નવી દિલ્હી,
આજે જુલાઈ મહિનાનો અંતિમ રવિવાર છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ “મન કી બાત” દ્વારા દેશવાસીઓને સંબોધિત કર્યાં હતા. પીએમ મોદી દ્વારા કરવામાં આવી રહેલા મન કી બાતનું આ ૪૬મું સંસ્કરણ છે.
Recently, famous poet Neeraj ji passed away. He always exuded hope, faith, resolve confidence. We can draw a lot of inspiration from him: PM Modi in #MannkiBaat pic.twitter.com/9v4q92Tvyi
— ANI (@ANI) July 29, 2018
“મન કી બાત” દ્વારા સંબોધતા તેઓએ કવિ નીરજને શ્રાદ્ધાંજલિ આપી હતી. તેઓએ જણાવ્યું, “પાછળના દિવસોમાં આપના દેશના પ્રિય કવિ નીરજ જી અમને છોડીને ચાલ્યા ગયા છે. તેઓની એક વિશેષતા રહી હતી, આશા, ભરોશા, દ્રઢસંકલ્પ , સ્વયં પર વિશ્વાસ એ દરેક બાબત પર પ્રેરણા આપે છે.
પીએમ મોદીએ દેશવાસીઓને સંબોધતા કહ્યું,
કેટલાક દિવસો પહેલા મારી નજર એક બાબત પર ગઈ હતી, જેમાં લખ્યું હતું કે, બે યુવાનોએ મોદીના સપનાને સાકાર કર્યું છે. હું એ બ્રેન-ડ્રોનને બ્રેન-ગેનમાં પ્રવર્તિત કરવા અપીલ કરી હતી.
When I visited San Jose (US), I appealed to Indian youth there to find ways to help India through technology.Two IT professionals from Raebareli accepted challenge,developed a SmartGaon App,with this villagers can get all information on their mobiles phones: PM Modi #MannKiBaat pic.twitter.com/kUaBHgSSGP
— ANI (@ANI) July 29, 2018
ઉત્તરપ્રદેશના રાયબરેલીના બે આઈટી એન્જિનિયર યોગેશ સાહૂજી અને રજનીશ વાજપેયીજીએ મારા આ પડકારને સ્વીકાર કરતાં એક નવો પ્રયાસ કર્યો અને એક સ્માર્ટ ગામ એપ તૈયાર કરી છે. આ સ્માર્ટ ગામ એપ ન માત્ર ગામોના લોકોને વિશ્વભરના લોકો જોડી રહ્યાં છે પણ હવે તેઓ કોઈપણ જાણકારી અને સુચના સ્વંય પોતાના મોબાઈલ પર જ પ્રાપ્ત કરી શકે છે.
જુલાઈ મહિનામાં યુવાઓ પોતાના જીવનમાં એક નવા ચરણમાં પગલું માંડતા હોય છે. વિધાથીઓનું ધ્યાન ઘરથી હોસ્ટેલ તરફ ચાલ્યું જાય છે, વિધાથીઓ પોતાના પરિવારજનોની છત્રછાયામાંથી પ્રોફેસરની પડછાયામાં અવી જાય છે. મને વિશ્વાસ છે કે, મારા યુવાન-મિત્રો કોલેજ જીવનની શરૂઆતને લઇ ખૂબ ઉત્સાહિત અને ખુશ હશે.
There are many examples, Prince Kumar,Delhi whose father is a DTC bus driver, Abhay Gupta,Kolkata who studied under street lights or Afreen Sheikh,Ahmedabad whose father is an auto driver, all of them with their strong will & determination overcame hurdles & achieved success: PM pic.twitter.com/lSbdLAvz0V
— ANI (@ANI) July 29, 2018
પીએમ મોદીએ જણાવ્યું હતું કે, મધ્યપ્રદેશના અત્યંત ગરીબ પરિવારના આશારામ ચૌધરીના જીવનની મુશ્કેલીઓના પડકારને પાર કરતા તેઓએ સફળતા મેળવી છે. તેઓએ જોધપુર AIIMSની MBBSની પરીક્ષામાં પોતાના પહેલા જ પ્રયાસમાં જ સફળતા મેળવી છે.
I cam across news of a student Asharam Chowdhary from Madhya Pradesh belonging to an extremely poor family. He cleared exam in the first attempt to get admission in MBBS at Jodhpur AIIMS. His father is a rag-picker. I congratulate him on his success: PM Modi #MannKiBaat pic.twitter.com/QMeYvtjpEF
— ANI (@ANI) July 29, 2018
અનેક વિધાથીઓએ વિપરીત પરિસ્થિતિ હોવા છતાં પણ પોતાની મહેનત અને લગનથી સફળતા મેળવી છે, જે આપણને પ્રેરણા આપે છે. આ વિધાથીઓમાં દિલ્હીના પ્રિન્સ કુમાર હોય કે જેઓના પિતા DTC બસ ડ્રાઈવર છે. અથવા તો કોલકાતાના અભય ગુપ્તા કે જેઓએ સ્ટ્રીટ લાઈટ નીચે અભ્યાસ કર્યો છે.
પીએમ મોદીએ હાલમાં જ ૪૦૦ મીટર સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતનાર હિમા દાસની પણ ખૂબ પ્રશંસા કરી હતી. તેઓએ કહ્યું હતું કે, હિમાં દાસે દેશનું માન વધાર્યું છે.
વડાપ્રધાને લોકમાન્ય તિલકને યાદ કરતા કહ્યું હતું કે, તેઓએ દેશ પર ઊંડી છાપ છોડી છે. આપણે ૨૦ જુલાઈના રોજ તેઓની જન્મજયંતી અને ૧ ઓગષ્ટે તેમની પુણ્યતિથિએ તેઓનું સ્મરણ કરીએ છીએ.
