સુરત,
સુરતના પાંડેસરા વિસ્તારમાં ચકચારી ઘટના બની હતી. ઉમા ઈન્ડસ્ટ્રી પાસે ઝૂંપડામાં રહેતી એક મહિલાની ડિલિવરી મોબાઈલ ફોન ડોર્ચથી કરી હતી.
સુરત 108 એમ્બ્યુલન્સ ઇમરજન્સી સેવામાં ફરજ બજાવતા ચેતન ભાઈ નાઈ અને 108ના પાઈલોડ કરણ આહીર કોલ મળતા દોડી આવ્યા હતા.
જ્યાં ગનીબેન સંજયભાઈ પરમાર ઝૂંપડામાં પ્રસવ પીડાથી કણસતી પ્રસૂતા હતી 108 કર્મીઓએ તપાસ કરતા શીશુનું માથું બહાર આવીને ફસાયેલું જોયુ હતું.
સંજોગો એવા હતા કે સ્થળ પર જ પ્રસૂતિ કરાવવી માતા અને બાળક જરૂરી હતું.એવા સંજગોમાં ત્યાં રાત્રી દરમિયાન લાઈટની સેવા ન હોવાના કારણે બંનેએ મોબાઈલ ફ્લેશનો ઉપયોગ કરી પ્રસૂતિ કરાવી હતી.
બાળકીના શરીરનું તાપમાન ઘટી જતા તેમણે એમ્બ્યુલન્સની હેલોઝન લાઈટની ગરમી આપી બાળકીના શરીરનું તાપમાન જાળવ્યું હતું ત્યારબાદ માતા બાળકીને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી હાલ માતા -બાળકી તંદુરસ્ત છે.
