Not Set/ દારૂની મહેફિલમાં પોલીસે કરી રેડ, રાજકારણીઓ અને બિલ્ડરો ઝડપાયા

ધરમપુર ધરમપુરના નંદીગામ ખાતે કાજલ ફાર્મમાં જિલ્લા પોલીસે કરેલ રેડમાં વલસાડ શહેરના નામિ- અનામી કોરપરેટ સહિત બિલ્ડર – એડવોકેટ- અને રાજકરણી તરીકે છાપ ધરાવતા લોકો દારૂની મહેફિલ માળતા પોલીસે રંગેહાથ ઝડપી લીધા હતા. જે રેડમાં પોલીસે 40 જેટલા મોટા માથાના લોકો ઝડપાયા હતા. જેમાં વલસાડ નગરપાલિકાના માજી પ્રમુખ રાજુ મરચા. એડવોકેટ કેયુર પટેલ, વલસાડ ના […]

Top Stories Gujarat Trending

ધરમપુર

ધરમપુરના નંદીગામ ખાતે કાજલ ફાર્મમાં જિલ્લા પોલીસે કરેલ રેડમાં વલસાડ શહેરના નામિ- અનામી કોરપરેટ સહિત બિલ્ડર – એડવોકેટ- અને રાજકરણી તરીકે છાપ ધરાવતા લોકો દારૂની મહેફિલ માળતા પોલીસે રંગેહાથ ઝડપી લીધા હતા.

જે રેડમાં પોલીસે 40 જેટલા મોટા માથાના લોકો ઝડપાયા હતા. જેમાં વલસાડ નગરપાલિકાના માજી પ્રમુખ રાજુ મરચા.

એડવોકેટ કેયુર પટેલ, વલસાડ ના ધારાસભ્ય ભરત પટેલના અંગત પાર્ટીના કાર્યકર્તા રણછોડ ભરવાડ સહિત વલસાડના લોકલ અખબારના પત્રકાર પણ આ પાર્ટીમાં પોલીસના હાથે ઝડપાઇ ગયા હતા.

આ પાર્ટી ભાજપના કોઈ કાર્યકર્તાની જન્મદિવસની હોય જે ધરમપુરના નંદી ગામ ખાતે આવેલ કાજલ ફાર્મના મલિક રણછોડ ભરવાડ દ્વારા આ પાર્ટી રાખવામાં આવી હોવાનું તપાસ ના બહાર આવ્યું છે.

હાલ તમામ પકડાયેલ આરોપીઓને પોલીસે પકડી રૂરલ પોલીસ મથકમાં લઇ જઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે.