મુંબઈ
અનિલ કપૂર, ઐશ્વર્યા રાય બચ્ચન અને રાજકુમાર રાવની ફિલ્મ “ફન્ને ખાં” 3 ઓગસ્ટના રોજ રિલીઝ થઇ ચુકી છે, અતુલ માંજરેકર દ્વારા દિગ્દર્શિત, આ ફિલ્મ દર્શકો અને સમીક્ષકો પાસેથી મિશ્ર પ્રતિક્રિયાઓ મળી રહી છે. તેથી, બોક્સ ઓફિસ પર ઓપનિંગ પણ ખૂબ સારું રહ્યું છે, “ફન્ને ખાં” ઓક્સ ઓફિસ પર ઓપનિંગ કમાણી 2.5 કરોડની કરી છે.
આપને જણાવી દઈએ કે, આ ફિલ્મ અનિલ કપૂરની હતી. પિતા-પુત્રી અને સપનાઓ વચ્ચેની આ વાર્તા એકદમ સિંપલ છે. ઐશ્વર્યા રાય ફિલ્મમાં સુપરસ્ટાર સિંગર તરીકે જોવા મળે છે, પરંતુ તેના પાત્રને ઓછી તક આપવામાં આવી છે. પંરતુ જ્યારે રાજકુમાર રાવ સ્ક્રીન પર આવે છે ત્યારે ચહેરા પર સ્મિત આવી જાય છે.
પ્રથમ દિવસે પ્રાપ્ત થયેલી પ્રતિક્રિયાઓથી સ્પષ્ટ છે કે “ફન્ને ખાં” મલ્ટીપ્લેક્સ ઓડિયન્સને ગમી રહી છે. તેથી, ફિલ્મની કમાણી વધી ગઈ. માહિતી અનુસાર, ફિલ્મના પ્રથમ સપ્તાહના અંતે 8-10 કરોડ સુધી કમાણી કરી શકે છે.
