અમદાવાદ,
પાસ નેતા હાર્દિક પટેલ દ્વારા ફરીથી પાટીદાર આંદોલનને ઉભું કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. એટલું જ નહીં, આગામી તા. 25 ઓગસ્ટે આમરણાંત ઉપવાસ શરુ કરશે.
પાસ નેતા હાર્દિક પટેલે ઉપવાસ આંદોલન માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પાસેથી નિકોલમાં આવેલ ગ્રાઉન્ડની માંગણી કરી હતી. જે ગ્રાઉન્ડ અંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પદાધિકારીઓ કશું પણ કહેવાનું ટાળી રહયા છે.
જો કે મંતવ્ય ન્યુઝ પાસે આવેલી માહીતી પ્રમાણે અમદાવાદ કોર્પોરેશને હાર્દિક પટેલને ઉપવાસ માટે નિકોલનું મેદાન નહીં આપવાનું નક્કી કર્યું છે.
અમદાવાદ કોર્પોરેશનના સુત્રો કહે છે કે આ મેદાન ઓગષ્ટ મહિના દરમિયાન અગાઉથી બુક થઇ ગયું હોવાથી તેને બીજા કોઇને ભાડે આપી શકાય તેમ નથી.
