પલવલ,
રાજધાની દિલ્લીથી ૮૦ કિલોમીટરના અંતરે આવેલા હરિયાણાના પલવલના બહરોલા ગામડામાં પશુ ચોરી કરવાના આરોપમાં એક વ્યક્તિની હત્યાનો મામલો સામે આવ્યો છે. સ્થાનિક લોકોએ પશુ ચોરી કરવા આવેલા વ્યક્તિના હાથ પગ બાંધીને મારપીટ કરી હતી અને આ વ્યક્તિનું ઘટનાસ્થળે જ મૃત્યુ થઇ ગયું હતું.
પોલીસના જણાવ્યા અનુસાર, “ત્રણ લોકોએ આરોપી વ્યક્તિના હાથ પગ બાંધીને ખૂબ મારપીટ કરી હતી. મૃતક વ્યક્તિ સાથે બીજા બે લોકો પણ ઢોર ચોરી કરવા માટે આવ્યા હતા પરંતુ એ બન્ને ઘટના સ્થળેથી નાસી જવામાં સફળ રહ્યા હતા. આ બનાવ બન્યા બાદ પોલીસ ઘટના સ્થળે પહોચી ગઈ છે અને મૃતદેહને પોસ્ટમોર્ટ માટે જીલ્લા હોસ્પિટલ મોકલી આપ્યો છે.
આ ઘટના અંગે પોલીસે ત્રણ સગા ભાઈઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ શરુ કરી દીધી છે. પોલીસે જણાવ્યા મુજબ, શુક્રવારે રાત્રે બહરોલા ગામના એક ઘરમાં ભેસોની ચોરી કરવા માટે આવ્યો હતો. પરિવારના લોકોએ એને પકડીને બાંધી દીધો અને એને ખુબ માર્યો, જેને કારણે ચોરનું મૃત્યુ થઇ ગયું.
પોલીસે વધુમાં માહિતી આપી કે, મૃત વ્યક્તિના જમણા હાથ અને ગળા પર કટના નિશાન અને શરીર પર વાગવાના નિશાન હતા. તપાસ કરતા જાણ થઇ હતી કે, શ્રદ્ધારામના દીકરા વીર, પ્રકાશ અને રામ કિશને આ ચોરને માર્યો હતો અને એમાં ચોરનું મૃત્યુ થયું હતું.
