Not Set/ અમદાવાદ: વધુ એક હુક્કાબાર ઝડપાયું, સોલા પોલીસે વધુ પૂછપરછ હાથ ધરી

અમદાવાદ. થોડા સમય પહેલા જ વસ્ત્રાપુરની ટેન ટેન નામની રેસ્ટોરન્ટમાં 17 જુલાઈના રોજ હુક્કાબાર ઝડપવામાં આવ્યું હતું. ત્યારબાદ ફરી એકવાર અમદાવાદ શહેરમાં ફરી હુક્કાબાર ઝડપાયો છે. આગણેજથી લબકાણા ગામ તરફ જતા 360 સોલ્યુસન હુક્કાબાર છેલ્લા કેટલાય સમયથી ચાલી રહ્યુ હતું. સોલા પોલીસ દ્વારા આ હુક્કા બારમા રેડ પાડવામાં આવી હતી. તેમણે હુક્કબારમાં રેડ પાડી બે […]

Top Stories Ahmedabad Gujarat

અમદાવાદ.

થોડા સમય પહેલા જ વસ્ત્રાપુરની ટેન ટેન નામની રેસ્ટોરન્ટમાં 17 જુલાઈના રોજ હુક્કાબાર ઝડપવામાં આવ્યું હતું. ત્યારબાદ ફરી એકવાર અમદાવાદ શહેરમાં ફરી હુક્કાબાર ઝડપાયો છે. આગણેજથી લબકાણા ગામ તરફ જતા 360 સોલ્યુસન હુક્કાબાર છેલ્લા કેટલાય સમયથી ચાલી રહ્યુ હતું.

સોલા પોલીસ દ્વારા આ હુક્કા બારમા રેડ પાડવામાં આવી હતી. તેમણે હુક્કબારમાં રેડ પાડી બે આરોપ સહીત 7 ફ્લેવર સાથે 14 હુક્કા અને 14 હજાર 320નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. સોલા પોલીસે સંચાલકની પુછપરછ કરતા સંચાલકે જણાવ્યુ હતુ કે,
“હુક્કાબાર આજે જ ખોલ્યો છે. સોલા પોલીસે જુદી જુદી ફ્લેવરના હુક્કા સાથે મુદ્દામાલ જપ્ત કરી હુક્કાબારના માલિક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.”

જયારે સોલા પોલીસ સ્ટેશનનાં પીઆઇ જી. એસ. શ્યાને હુક્કાબાર મુદ્દે વિસ્તૃતમાં માહિતી આપતા જણાવ્યું હતું કે,

“આ હુક્કાબાર પર આજ રોજ દરોડા પાડવામાં આવ્યા હતા અને હુક્કાબાર ગેરકાયદેસર હોવાના કારણે તેને બંધ કરવામાં આવ્યો છે અને હુક્કાબારના માલિક વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જયારે આ હુક્કાબાર આજ રોજ જ ખુલ્યો હતો અને પોલીસની ચાંપતી નજરના કારણે કડક કાર્યવાહી કરીને આ હુક્કાબારને આજ રજ જ બંધ કરી દેવામાં આવ્યો છે.”