જ્યારે વર્ષોથી ભારતભરમાં જે પ્રશ્નની ઉપેક્ષા કરવામાં આવી રહી છે તેવું કહી શકાય, તે સફાઇ કામદારોનાં ગટરો સાફ કરતા ગુંગળાઇ જવાથી થતા મોતનો મામલો છે. જોકે, અનેક લોકોનાં કહી શકાય કે, એક વર્ષમાં હજારો સફાઇ કામદારોનાં ગટરમાં ગુંગળાઇ જવાથી મોત નિપજવાની ઘટના દેશભરમાં બને રહી છે ત્યારે ન્યાયતંત્ર દ્વારા પણ આ કામ અને કામકરવાની પધ્ધતિ પર રોક લગાવવામાં આવ્યો છે. પરંતુ છતા પણ ઘણી જગ્યાએ આ કામ પૂર્વોત્તર રીતભાત પ્રમાણે જ કરવામાં આવે છે.
ગટરો ભરાઇ જવાની સમસ્યામાં જો ગટરોને સાફ કરવામાં ન આવેતે દેશનાં તમામ શહેરો ગટરાગાર થઇ જાય તે પણ હકીકત છે. આવા સમયે એક શહેર દ્વારા આ મામલાને હલ કરવા માટે મહત્વનું સંશોધન કરવામાં આવ્યું છે. અને ટેક્નોલોજીની મદદથી આ કામ કરવામાં આવે તેવા સફળ પ્રયોગો કરવામાં આવી રહ્યા છે.
જી હા, તમિલનાડુનાં કોઈમ્બતુરમાં સિટી કોર્પોરેશન મેન્યુલ્સને સાફ કરવાના પ્રયાસમાં મેનહોલને સાફ કરવા માટે એક રોબોટનો ઉપયોગ કરી રહી છે. આ મામલે જેન રોબોટિક્સનાં રાશિદ કહે છે, “અમે એસસી દ્વારા પ્રતિબંધિત મેન્યુઅલ સ્કેવેંજિંગને નાબૂદ કરવા માટે રોબોટ્સ રજૂ કરી રહ્યા છીએ. સરકાર પગલાં લે છે, પરંતુ આ સમસ્યા માટે ઘણાં કહી શકાય તેટલા સોલ્યુશન્સ ઉપલબ્ધ નથી “
Tamil Nadu: City Corporation in Coimbatore is using a robot to clean manholes,in an effort to eliminate manual scavenging. Rashid, Gen Robotics, says,“We're introducing robots to eradicate manual scavenging that's banned by SC. Govts taking steps but not many solutions available” pic.twitter.com/k00ecvav1K
— ANI (@ANI) November 22, 2019
જેન રોબોટિક્સ દ્વારા તમામ નાની મોટી વાતો આ સંદર્ભમાં ધ્યાનમાં રાખી અને રોબોર્ટ વિકસાવવામાં આવ્યો છે અને હાલ તે પ્રાયોગીક ધોરણે તાામિલનાડુનાં કોઇમ્બતુર શહેરની ગટરો સાફ કરશે. ત્યારે જેન રોબોટિક્સની આ પહેલ આવનાર સમયમાં તમામ શહેરો માટે અતી આવકાર્ય અને અનિવાર્ય હશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
