Not Set/ એશિયન ગેમ્સમાં ભારતને થશે એક મેડલનું નુકશાન – વર્લ્ડ ચેમ્પિયન વેઇટ લિફ્ટર મીરાબાઈ ચાનુ નહિ ભાગ લે એશિયન ગેમ્સમાં

સાઈખોમ મીરાબાઈ ચાનુ ભારત દેશની વેઇટ લિફ્ટર છે. તે ૪૮ કિલો કેટેગરીમાં રમે છે. મીરાબાઈ વર્લ્ડ ચેમ્પિયન છે અને બીજા ઘણા બધા મેડલ તે દેશ માટે લાવી ચુકી છે અને દુનિયાભરમાં ભારત દેશનો ઝંડો લહેરાવી ચુકી છે. પરંતુ મીરાબાઈ ચાનુ લોઅર બેક પ્રોબ્લેમનો શિકાર બની ગયા છે અને એ પ્રોબ્લેમમાંથી રીકવર થઇ શક્યા નથી. ઇન્ટરનેશનલ […]

Top Stories India Sports

સાઈખોમ મીરાબાઈ ચાનુ ભારત દેશની વેઇટ લિફ્ટર છે. તે ૪૮ કિલો કેટેગરીમાં રમે છે. મીરાબાઈ વર્લ્ડ ચેમ્પિયન છે અને બીજા ઘણા બધા મેડલ તે દેશ માટે લાવી ચુકી છે અને દુનિયાભરમાં ભારત દેશનો ઝંડો લહેરાવી ચુકી છે. પરંતુ મીરાબાઈ ચાનુ લોઅર બેક પ્રોબ્લેમનો શિકાર બની ગયા છે અને એ પ્રોબ્લેમમાંથી રીકવર થઇ શક્યા નથી.

ઇન્ટરનેશનલ વેઇટલીફટીંગ ફેડરેશન (IWF)નાં સેક્રેટરી સેહદેવ યાદવે કહ્યું હતું કે, ‘૧૮મી એશિયન ગેમ્સમાં મીરાબાઈ ચાનુ ભાગ નહી લે એના કમરના દુખાવાના કારણે.’ મીરાબાઈ એ IWFને મેલ લખ્યો હતો કે તેમને સમય જોઈએ છે પોતાની બેકની ઇન્જરીમાંથી રીકવર થવા માટે જેથી તેઓ ઓલમ્પિકમાં ક્વોલીફાયર થવા માટેના રાઉન્ડ તા. ૧ નવેમ્બરથી તુર્કમેનિસ્તાનના અશ્ગાબાત ( Ashgabat) માં યોજાવાના છે એના માટે તૈયારી કરી શકે અને તેની તૈયારી માટે તેઓને સમય મળે. વર્લ્ડ ચેમ્પિયનશીપ ઓલમ્પિક ક્વાલીફાય માટેની પહેલી ઇવેન્ટ બનશે.

મીરાબાઈ ચાનુ મે મહિનાથી કમરના દુખાવાથી પીડાય રહ્યાં છે. મીરાબાઈ વર્લ્ડ ચેમ્પિયન રહી ચૂકેલાં છે. તેઓ ૨૧માં કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ વિજેતા રહ્યાં હતાં. તેઓને પદ્મશ્રી એવોર્ડ પણ મળી ચુક્યો છે. તેઓએ પોતાનાં વજનથી પણ બમણાં કરતાં વધારે વજનને ઉચકીને કરીને રેકોર્ડ બનાવ્યાં છે.મીરાબાઈએ ૧૦૩ કિલો, ૧૦૭ કિલો અને ૧૧૦ કિલો વેઇટ લિફ્ટિંગમાં પોતાનો વિજયી ઝંડો સફળતાપૂર્વક લહેરાવ્યો હતો.

મીરાબાઈ ભારત માટે ગોલ્ડ લાવી શકે એ સ્વાભાવિક વાત હતી, પણ હવે તેઓ તા. ૧૮ ઓગસ્ટથી બીજી સપ્ટેમ્બર દરમ્યાન ઇન્ડોનેશિયાના જાકાર્તામાં યોજાનારી એશિયન ગેમ્સમાં ભાગ લેવાનાં નથી અને તેના લીધે જ ભારતને એક મેડલનું સીધું નુકશાન થયું છે તેવું માની શકાય છે.