Not Set/ પોતાની માતાના જન્મદિવસ પર જહાનવીએ શેર કર્યો ખાસ ફેમિલી ફોટો

મુંબઈ બોલિવૂડ ‘ચાંદની‘ શ્રીદેવીના જન્મદિવસને બી-ટાઉન સેલિબ્રિટી તેમજ તેમના ફ્રેન્સ પણ માનવી રહ્યા છે. આ ખાસ પ્રસંગે શ્રીદેવીની સૌથી મોટી પુત્રી જહાનવી કપૂરે સોશિયલ મીડિયા પર એક ફોટો શેર કરીને માતાને જન્મદિવસ પર શુભેચ્છા આપી છે. જહાનવીએ તેમના બાળપણનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. તેમાં જહાનવી પિતા બોની અને માતા શ્રીદેવી સાથે જોવા મળી રહી છે. જહાનવીએ કેપ્શનમાં લખ્યું હતું […]

Trending Entertainment

મુંબઈ

બોલિવૂડ ‘ચાંદની‘ શ્રીદેવીના જન્મદિવસને બી-ટાઉન સેલિબ્રિટી તેમજ તેમના ફ્રેન્સ પણ માનવી રહ્યા છે. આ ખાસ પ્રસંગે શ્રીદેવીની સૌથી મોટી પુત્રી જહાનવી કપૂરે સોશિયલ મીડિયા પર એક ફોટો શેર કરીને માતાને જન્મદિવસ પર શુભેચ્છા આપી છે.

જહાનવીએ તેમના બાળપણનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. તેમાં જહાનવી પિતા બોની અને માતા શ્રીદેવી સાથે જોવા મળી રહી છે. જહાનવીએ કેપ્શનમાં લખ્યું હતું કે, Happy birthday mam..કપૂર પરિવાર માટે આ દિવસ ખૂબ જ ખાસ છેપરંતુ તેના મૃત્યુના સદમામાંથી બહાર આવવં તેમના માટે એટલું સરળ નથી.

https://instagram.com/p/BmY_9-BBful/?utm_source=ig_embed&utm_campaign=embed_loading_state_control

બીજી બાજુશ્રીદેવીની યાદમાં સુચના અને પ્રસારણ મંત્રાલય સોમવાર (13 ઓગસ્ટ અને 14 ઓગસ્ટ) એ આ અભિનેત્રીની છ ફિલ્મોની સ્ક્રિનિંગ કરવાના છે. આ ફિલ્મોની સ્ક્રિનિંગ 1 મહાદેવ રોડનવી દિલ્હીની ફિલ્મ્સ ડિવીઝન ઓડિટોરિયમમાં છે.

13 ઓગસ્ટે શ્રીદેવીનો જન્મદિવસ છે અને આ પ્રસંગ આ ખાસ દિવસની યાદમાં રાખવામાં આવ્યો છે. આ કાર્યક્રમ પદ્મશ્રી અને રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા અભિનેત્રીની ફિલ્મ  ‘મોમ’ સાથે શરૂ થશેત્યારબાદ 5 અન્ય ફિલ્મો પણ બતાવામાં આવશે.

13 ઓગસ્ટના રોજ સવારે 11.30 કલાકે શ્રીદેવીની પ્રસિદ્ધ ફિલ્મ ‘મોમની સ્ક્રીનિંગ કરવામાં આવશેજે પછી 2.30 વાગ્યે દિગ્દર્શક યશ યોપાડા દ્વારા નિર્દેશિત ફિલ્મ લમ્હેનું સ્ક્રીનિંગ કરવામાં આવશે. સાંજે 7 વાગ્યે અનિલ કપૂર અને શ્રીદેવીની સ્ટાર ફિલ્મ મિસ્ટર ઇન્ડિયા‘ જોવા મળશે.

સોમવાર આ ત્રણ ફિલ્મોની સ્ક્રીનીંગ કર્યા પછી14 મી તારીખે અન્ય ત્રણ ફિલ્મોની પ્રદર્શિત કરવામાં આવશે. 14 મી તારીખે આ  ફિલ્મોમાં ‘ઇંગ્લીશ વિન્ગ્લીશ‘, ‘સદમા‘ અને ‘ચાંદની‘ બતાવવામાં આવશે.