Not Set/ અટલજી ને અંતિમ વિદાય આપવા વૈશ્વિક નેતાઓ દિલ્હીમાં, પાકિસ્તાનના કાનૂન મંત્રી પણ આપશે હાજરી

પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયી ના અંતિમ સફરમાં દુનિયાભરના રાજનેતાઓ અને અધિકારીઓ સામેલ થશે. પૂર્વ પીએમનું ગુરુવારે એઇમ્સ હોસ્પિટલમાં નિધન થયું હતું. ત્યારબાદ દેશ જ નહિ, દુનિયાભરના નેતાઓ શોક સંવેદના દર્શાવી રહ્યા છે. પાકિસ્તાને પણ અટલજીને એક શાંતિપ્રિય નેતા તરીકે યાદ કર્યા હતા. ખબરો મુજબ અટલજીના અંતિમ સફરમાં સામેલ થવા ભૂતાનના રાજા, નેપાળના વિદેશમંત્રી, બાંગ્લાદેશના […]

Top Stories India

પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયી ના અંતિમ સફરમાં દુનિયાભરના રાજનેતાઓ અને અધિકારીઓ સામેલ થશે. પૂર્વ પીએમનું ગુરુવારે એઇમ્સ હોસ્પિટલમાં નિધન થયું હતું. ત્યારબાદ દેશ જ નહિ, દુનિયાભરના નેતાઓ શોક સંવેદના દર્શાવી રહ્યા છે. પાકિસ્તાને પણ અટલજીને એક શાંતિપ્રિય નેતા તરીકે યાદ કર્યા હતા. ખબરો મુજબ અટલજીના અંતિમ સફરમાં સામેલ થવા ભૂતાનના રાજા, નેપાળના વિદેશમંત્રી, બાંગ્લાદેશના વિદેશમંત્રી, શ્રીલંકાના વિદેશમંત્રી તેમજ પાકિસ્તાનના કાનૂન મંત્રી દિલ્હી પહોંચી રહ્યા છે.

ભૂતાન નરેશ જીગમે ખેસર નામગેયાલ વાંગચૂક અને નેપાળના વિદેશમંત્રી પિકે ગ્યવલ દિલ્હી પહોંચી ચૂક્યા છે. ઉપરાંત શ્રીલંકાના કાર્યવાહક વિદેશ મંત્રી લક્ષ્મણ કીરિયેલા, બાંગ્લાદેશના વિદેશમંત્રી અબુલહસન મહમૂદ, પાકિસ્તાનના કાનૂન મંત્રી અલી ઝફર વાજપેયીના અંતિમ સંસ્કારમાં સામેલ થશે.

અટલજીના પાર્થિવ શરીરને ભાજપ મુખ્યાલયમાં અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યું છે. એમને શ્રદ્ધાંજલિ આપવા માટે લોકોનું ઘોડાપૂર ઉમટ્યું છે. એમના પાર્થિવ શરીરને 1 વાગ્યા સુધી ભાજપ મુખ્યાલયમાં રાખવામાં આવશે, ત્યારબાદ એમની અંતિમ યાત્રા નીકળશે. પ્રધાનમંત્રી મોદીએ અટલજીના મૃત્યુ બાદ બ્લોગ લખીને પોતાનું દુઃખ દર્શાવ્યું હતું. એમણે અટલજી સાથેના એમના સંબંધો, એમનું કામ, એમની સાથે વિતાવેલા સંબંધ વિશે વાત કરી હતી. પીએમ મોદીએ બ્લોગમાં લખ્યું કે અટલજી માટે રાષ્ટ્ર જ સર્વોપરી હતું.

 

આ પહેલા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વાજપેયીના આવાસ પર શ્રદ્ધાંજલિ આપી હતી. આંધ્ર પ્રદેશના સીએમ ચંદ્રબાબુ નાયડુ, મોહન ભાગવત, યુપી સીએમ યોગી આદિત્યનાથ, ગૃહમંત્રી રાજનાથ સિંહ, યુપીના રાજ્યપાલ રામ નાઈક, કેન્દ્રીય મંત્રી સુરેશ પ્રભુ, ડીએમકે નેતા એ રાજા, મહારાષ્ટ્ર સીએમ દેવેન્દ્ર ફડણવીસ, છત્તીગઢ સીએમ રમન સિંહ સહિત ઘણા મોટા નેતાઓ એમને શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા