ત્રિવેન્દ્રમ,
છેલ્લા કેટલાક દિવસ કુદરતના કહેરનો માર જીલી રહેલા કેરળમાં પરિસ્થિતિ ખૂબ જ વિકટ જોવા મળી છે.છેલ્લા ૧૦૦ વર્ષના ઈતિહાસમાં સૌથી ભયાનક પૂરથી ઝઝૂમી રહેલા કેરળમાં અત્યારસુધીમાં ૩૬૦થી લોકોના મોત નીપજી ચુક્યા છે, તો લાખો લોકો પોતાના ઘરબાર છોડીને રાહત કેમ્પમાં આશરો લઇ રહ્યા છે. જો કે આ વચ્ચે રવિવારે રાજ્યની હાલત અંગે થોડા રાહતના સમાચાર સામે આવ્યા છે.
કેરળના ૧૧ જિલ્લાઓમાંથી હવે રેડ એલર્ટ દૂર કરવામાં આવ્યું છે અને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જયારે અન્ય બે જિલ્લાઓમાં યલ્લો એલર્ટ જાહેર કરાયું છે. બીજી બાજુ રાજ્યભરમાં રાહત અને બચાવ કાર્ય યુધ્ધના ધોરણે શરુ કરી દેવામાં આવ્યું છે. ભારતીય સેનાની ત્રણેય ટુકડીઓ આર્મી, નેવી અને એરફોર્સ તેમજ NDRF અને કોસ્ટગાર્ડ ટીમોને તૈનાત કરવામાં આવી છે.
On 18 Aug, 18 sorties were carried out & 99 survivors were brought. Total 526 survivors have been winched up. 29 tonnes of total relief material air dropped, so far. 47,125 kg of food items & medicines distributed: Air Marshal B Suresh, Southern Air Command. #KeralaFloods pic.twitter.com/7V5U2EYjWu
— ANI (@ANI) August 19, 2018
ઓરેન્જ એલર્ટ હેઠળ કોઈ પણ વિસ્તારના વધુમાં વધુ વિસ્તારોમાં વરસાદ પડે છે, જયારે યલ્લો એલર્ટ હેઠળ વિસ્તારના અમુક ભાગમાં વરસાદ થવાની સંભાવના હોય છે.
Kochi: Indian Air Force air drops relief material to people in flood hit areas. #KeralaFloods pic.twitter.com/GQfVGdjXD3
— ANI (@ANI) August 19, 2018
કેરળમાં આવેલા વિનાશક પુરના કારણે સેનાની ત્રણેય ટુકડીઓ આર્મી, નેવી અને એરફોર્સની સાથે સાથે NDRF અને કોસ્ટગાર્ડની ટીમોને પણ રાહત અને બચાવ કાર્યમાં લગાવવામાં આવી છે.
Prime Minister Narendra Modi has also announced Rs 500 crore as immediate aid for Kerala, in addition to the 100 crore announced earlier #Keralafloods https://t.co/lvqRnlcEuu
— ANI (@ANI) August 18, 2018
અત્રે ઉલ્લેખનિય છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ કેરળ પહોચ્યા હતા અને આ દરમિયાન તેઓએ કેરળના પુર પ્રભાવિત વિસ્તારોનું હવાઈ સવેક્ષણ કર્યું હતું. ત્યારબાદ કેન્દ્ર દ્વારા ૫૦૦ કરોડ રૂપિયાની મદદ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે તેમજ પીએમ મોદીએ આ બેઠકમાં રાજ્યમાં આવેલા પુરની ચપેટમાં આવેલા મૃતકોના પરિજનોને ૨ લાખ રૂપિયાની મદદ અને ઘાયલોને ૫૦ હજાર રૂપિયાની રાશિ આપવાનું એલાન કર્યું હતું.
The State Bank of India (SBI) has donated Rs 2 crore to Chief Minister's Distress Relief Fund (CMDRF) and announced waiver of fees and charges on services offered by the bank in Kerala. #KeralaFloods pic.twitter.com/I47nNTQPPA
— ANI (@ANI) August 18, 2018
આ ઉપરાંત સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા ૨ કરોડ રૂપિયા મુખ્યમંત્રી રાહત કોષમાં આપવાનો નિર્ણય કરાયો છે. બીજી બાજુ બોલીવુડના અભિનેતાઓ, ક્રિકેટરો દ્વારા પણ લોકોને આ મુશ્કેલીભરી સ્થિતિમાં દાન કરવા માટે આગ્રહ કર્યો છે.
દેશના આ રાજ્યો મદદ માટે આવ્યા આગળ
કેરળમાં આવેલા ભીષણ પુરને જીત દેશની અનેક રાજ્ય સરકારો પણ મદદ માટે આગળ આવી છે. તેલંગાના દ્વારા ૨૫ કરોડ, મહારાષ્ટ્ર દ્વારા ૨૦ કરોડ, ઉત્તરપ્રદેશ દ્વારા ૧૫ કરોડ, ઉત્તરાખંડ દ્વારા ૫ કરોડ, તમિલનાડુ દ્વારા ૫ કરોડ, ગુજરાત દ્વારા ૧૦ કરોડ, ઝારખંડ દ્વારા ૫ કરોડ, મધ્યપ્રદેશ દ્વારા ૧૦ કરોડ રૂપિયાની મદદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત ઓરિસ્સા દ્વારા ૫ કરોડ, બિહાર દ્વારા ૧૦ કરોડ, હરિયાણા દ્વારા ૧૦ કરોડ, પશ્ચિમ બંગાળ દ્વારા ૧૦ કરોડ રૂપિયા મદદ માટે આપવાનું એલાન કરવામાં આવ્યું છે.
