Not Set/ ક્રાઈમ બ્રાંચ દ્વારા હાર્દિક સામે ફરજમાં રૂકાવટનો ગુનો દાખલ કરાયો

અમદાવાદ: ‘પાસ’ના કન્વીનર હાર્દિક પટેલને 25 ઓગસ્ટથી યોજવામાં આવનારા ઉપવાસ આંદોલનને મંજૂરી આપવામાં આવી નથી. જેના વિરોધમાં હાર્દિકે નિકોલ આજે પ્રતિક ઉપવાસ કરવાનું આયોજન કર્યું હતું. જે અંગે ક્રાઈમ બ્રાન્ચે હાર્દિક પટેલ સામે ફરજમાં રૂકાવટ અને મંજૂરી વિના ટોળું એકઠું કરવા અંગેનો ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે. પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ) કન્વીનર હાર્દિક […]

Top Stories Ahmedabad Gujarat Rajkot Surat Trending Politics
Crime branch filed a Case against Hardik Patel and Others

અમદાવાદ: ‘પાસ’ના કન્વીનર હાર્દિક પટેલને 25 ઓગસ્ટથી યોજવામાં આવનારા ઉપવાસ આંદોલનને મંજૂરી આપવામાં આવી નથી. જેના વિરોધમાં હાર્દિકે નિકોલ આજે પ્રતિક ઉપવાસ કરવાનું આયોજન કર્યું હતું. જે અંગે ક્રાઈમ બ્રાન્ચે હાર્દિક પટેલ સામે ફરજમાં રૂકાવટ અને મંજૂરી વિના ટોળું એકઠું કરવા અંગેનો ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.

પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ) કન્વીનર હાર્દિક પટેલને તા. 25મી ઓગસ્ટના રોજ આમરણાંત ઉપવાસ માટે મંજૂરી આપવામાં આવી ન હતી. જે અંગે તેણે આજે મંજૂરી વિના જ નિકોલ ખાતે એક દિવસના પ્રતિક ઉપવાસનું આયોજન કર્યું હતું. જ્યાં હાદિક પટેલના સમર્થકો નિકોલ પહોંચે તે પહેલાં જ પોલીસે તેમની અટકાયત કરી હતી. જેના સંદર્ભે પહેલાં તો હાર્દિકે પોતાના નિવાસસ્થાને પ્રતિક ઉપવાસ કરવાનો નિર્ણય કર્યો હતો.

જો કે બાદમાં તેના સમર્થકોની સાથે તે નિકોલ જવા નીકળેલા હાર્દિક પટેલ અને ‘પાસ’ના સમર્થકોની પોલીસે અટકાયત કરી હતી. જેના કારણે પોલીસ અને હાર્દિકના સમર્થકો વચ્ચે ઘર્ષણ થયું હતું. આમ છતાં અમદાવાદ પોલીસની ક્રાઈમ બ્રાન્ચની ટીમ હાર્દિક પટેલ અને તેના સમર્થકોને ક્રાઈમ બ્રાન્ચ લઈ ગઈ હતી.

આ પછી પોલીસે હાર્દિક પટેલ અને ‘પાસ’ના આગેવાનો અને કાર્યકરો સામે ફરજમાં રૂકાવટ કરવા અંગેનો તેમજ પોલીસની મંજૂરી વિના ટોળું એકઠું કરવા બદલ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસ દ્વારા જેની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે તેમાં હાર્દિક પટેલ, મનોજ પનારા,અલ્પેશ કથીરિયા, ધાર્મિક માલવિયા, કેતન દેસાઈ, રવિ કાવર, કિશન ચોડવડિયા, નિવ પટેલ અને જતીન સિરોયા સહિતનાનો સમાવેશ થાય છે.

હાર્દિક પટેલને પોલીસે હાથ ખેંચી બહાર કાઢતા થઈ હતી ઝપાઝપી

હાર્દિક પટેલ નિકોલ જવા નીકળતો હતો ત્યારે તેના સમર્થકોએ સૂત્રોચ્ચાર કર્યા હતા અને પોલીસ સાથે પણ બોલાચાલી થઈ હતી. હાર્દિક જ્યારે કારમાં બેઠો હતો ત્યારે પોલીસે તેને બહાર કાઢવાના પ્રયાસો કરવામાં આવ્યો હતો. આ સમયે પોલીસ સાથે થોડી ઝપાઝપી થઈ હતી. ત્યાર બાદ પોલીસ દ્વારા હાર્દિકની ગાડીની ચાવી ઝુંટવી લીધી હતી અને હાર્દિક સહિતના આગેવાનો અને કાર્યકરોને ક્રાઈમ બ્રાન્ચ લઈ ગઈ હતી.

હાર્દિકે કર્યો હુંકાર, કહ્યું- ગુજરાત સરકાર કેમ ડરી રહી છે, પોલીસ માપમાં રહે

પોતાની અટકાયત પહેલા હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, હાર્દિક પટેલના ઉપવાસ માટે ગુજરાત સરકાર કેમ ડરી રહી છે. હું મારા સમાજના હિત માટે ઉપવાસ કરી રહ્યો છું, તો સરકાર કેમ મને અટકાવવાનું કાર્ય કરી રહી છે. મારા ઘર બહાર પોલીસનો કાફલો બહાર ખડકી દેવામાં આવ્યો છે. મને ઉપવાસ કરતા કોઇ રોકી શકે નહી, પાર્કિગ પ્લોટમાં નહીં જવા દે તો હું મારા ઘરની બહાર એન્ટ્રી ગેટમાં જ ઉપવાસ કરીશ. પરંતું હું ચોક્કસ ઉપવાસ કરીશ. આ ઉપરાંત હાર્દિક પટેલે પોલીસને માપમાં રહેવાની અપીલ કરી હતી.

મહેસાણા, સૌરાષ્ટ્ર, સુરતમાંથી 300થી વધુ કાર્યકરોની અટકાયત 

હાર્દિકે વધુમાં જણાવ્યું કે, ગુજરાતના વિવિધ જગ્યાઓથી આશરે 500 જેટલા લોકોને ઉપવાસ માટે બોલાવવામાં આવ્યા હતા. જોકે, પોલીસે સૌરાષ્ટ્ર, મહેસાણા, સુરત સહિતના આશરે 300થી વધુ કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી છે. અમે હથિયાર લઇને કોઇ યુદ્ધ છેડવા જતાં નથી, અમે અમારા હક્ક માટે ઉપવાસ કરવા જઇએ છીએ. જોકે, સરકારના ઇશારે પોલીસ અમને રોકી રહી છે.

જો આવી સ્થિતિ રહેશે તો ગુજરાતમાં લોકશાહી નહીં તાના શાહી છે

હાર્દિક પટેલે કહ્યું હતું કે, નિકોલ કે સુરતમાં પરિસ્થિતિ ખરાબ ન થાય તે માટે હું મારા જ ઘર બહાર જ ઉપવાસ કરીશ. પોલીસ ખોટી રીતે મારી અટકાયત ન કરી શકે. જો કરશે તો હાઇકોર્ટથી લઇને સુપ્રિમ કોર્ટ સુધી કાર્યવાહી કરવી જોઇએ. જો આવુંને આવું રહેશે તો ગુજરાતમાં લોકશાહી નહીં પણ તાનાશાહી જેવી સ્થિતિ આવી જશે.