જાકાર્તા.
જાકાર્તામાં રમાઈ રહેલ એશિયન ગેમ્સમાં ભારતીય શટલર પી.વી. સિંધુએ બેડમિન્ટન મહિલા એકલમાં ભારત માટે મેડલ સુનિશ્ચિત કર્યો છે.
ઓલમ્પિક અને વર્લ્ડ ચેમ્પિયન સિલ્વર મૅડલિસ્ટ સંધુએ વર્લ્ડ નંબર 11 થાઇ નીચાઓન જીંદપોલને 21-11, 16-21 અને 21-14 થી હરાવીને સેમિફાઇનલ્સમાં પોતાની જગ્યા બનાવી લીધી છે. જેથી ભારતના બે બ્રોન્ઝ મેડલ પણ સિંધુ અને સાઈનાનાં નામે સુનિશ્ચિત થઇ ગયા છે.
#PVSindhu defeats Thailand's Nitchaon Jindapol to reach the badminton semi finals #AsianGames2018 pic.twitter.com/hPlTMljVIe
— DD News (@DDNewslive) August 26, 2018
જો મેડલ્સ ભારતના ખાતામાં આવેલા મેડલની વાત કરવામાં આવે તોઅત્યાર સુધીમાં ભારતે એશિયન ગેમ્સ બેડમિન્ટનમાં કુલ 8 મેડલ્સ જીતી લીધા છે, જયારે તેમાંથી 6 મેડલ્સ ટીમ ઇવેન્ટથી મેળવ્યા છે અને એક મેન્સ ડબલમાં મેળવેલ છે.
