બનાસકાંઠામાં ફરી એક વાર RTOની બેદરકારી સામે આવી છે…. જી હા, મંતવ્ય ન્યુઝ દ્વારા બનાસકાંઠા RTOનું રિયાલ્ટી ચેક કરવામાં આવ્યું ત્યારે RTOનું વધુ એક કૌભાંડ બહાર આવી ગયું છે… જેમાં જાણવા મળ્યું કે ઓવરલોડ ગાડીઓ કાંટા પરથી પસાર કરવાના બદલે બાયપાસ કરવામાં આવી રહી છે…તો આ તમામ કૌભાંડ થઈ રહ્યા છે ગુજરાતના બનાસકાંઠા અને રાજસ્થાનને જોડતી સરહદના ચેક પોસ્ટ પર જ્યાં આ પ્રકારની લાલીયાવાડી ચાલી છે.. વધુમાં વાત કરીએ તો ખોડા ચેક પોસ્ટ પરનો ટ્રકનું લોડ માપવાનો કાંટો છેલ્લા 3 મહિનાથી બંધ છે..અને RTO ઇન્સ્પેક્ટરના જણાવ્યા મુજબ લોડ માપવાનો કાંટો પણ છેલ્લા ૨૦ દિવસ થી બંધ છે…ત્યારે આ તમામ પાસાઓ પર નજર કરીએ તો આના કારણે સરકારી તિજોરીઓને ચૂનો લાગી રહ્યો છે એટલે કે કરોડોનું નુક્શાન થઇ રહ્યું છે..ત્યારે ચેકપોસ્ટ પર ચાલી રહેલ કામગીરી અને તંત્ર પર પણ અનેક સવાલો ઉભા થાય છે….
