Not Set/ Realme 2 સ્માર્ટફોન ભારતમાં કરાયો લોન્ચ, મળશે આ ખાસ ફિચર્સ

નવી દિલ્હી, ભારતમાં Realme 2 સ્માર્ટફોન લોન્ચ કરવામાં આવ્યો છે. કંપની દ્વારા રાજધાની દિલ્હીમાં આયોજિત એક ઇવેન્ટમાં આ સ્માર્ટફોન લોન્ચ કરાયો છે. આ સ્માર્ટફોન Realme ૧નું લેટેસ્ટ વર્જન છે. ભારતીય બજારમાં કંપની દ્વારા Realme 2ના ૩ GB રેમ અને ૩૨ GB ઇન્ટરનલ સ્ટોરેજની કિંમત ૮,૯૯૯૦ રૂપિયા રાખવામાં આવી છે, જયારે ૪ GB રેમ અને ૬૪ […]

Trending Tech & Auto

નવી દિલ્હી,

ભારતમાં Realme 2 સ્માર્ટફોન લોન્ચ કરવામાં આવ્યો છે. કંપની દ્વારા રાજધાની દિલ્હીમાં આયોજિત એક ઇવેન્ટમાં આ સ્માર્ટફોન લોન્ચ કરાયો છે. આ સ્માર્ટફોન Realme ૧નું લેટેસ્ટ વર્જન છે.

ભારતીય બજારમાં કંપની દ્વારા Realme 2ના ૩ GB રેમ અને ૩૨ GB ઇન્ટરનલ સ્ટોરેજની કિંમત ૮,૯૯૯૦ રૂપિયા રાખવામાં આવી છે, જયારે ૪ GB રેમ અને ૬૪ GB ઇન્ટરનલ સ્ટોરેજની કિંમત ૧૦,૯૯૦ રૂપિયા રાખવામાં આવી છે.

ભારતમાં Realme 2નું વેચાણ ૪ સપ્ટેમ્બરના રોજથી ઈ-કોમર્સ કંપની ફ્લિપકાર્ટ પર કરવામાં આવશે. આ સ્માર્ટફોન ડાયમંડ અને ડાયમંડ રેડ કલર ઓપ્શનમાં સેલ કરવામાં આવશે.

ભારતીય માર્કેટમાં શાઓમીના Realme 2ની સ્પર્ધા Asus ZenFone Max Pro M1 અને Xiaomi Mi A2 સાથે રહી શકે છે.

આ સ્માર્ટફોનની લોન્ચ ઓફર અંગે વાત કરવામાં આવે તો Realme 2નું શોપિંગ HDFC ક્રેડિટકાર્ડ અને ડેબિટ કાર્ડ દ્વારા કરવા પર તમને ૭૫૦ રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળી શકે છે. સાથે સાથે જિયો દ્વારા ૧૨૦ GB ડેટા અને ૪,૨૦૦ રૂપિયાનો ફાયદો પણ આપવામાં આવશે. સાથે સાથે ગ્રાહકો માટે આ સ્માર્ટફોન ખરીદવા નો-કોસ્ટ EMI ઓપ્શન પણ ઉપલબ્ધ રહેશે.

Realme 2ના સ્પેસિફિકેશન :

શાઓમીનો આ સ્માર્ટફોન એન્ડ્રોઇડ ૮.૧ ઓરિયો બેસ્ડ ColorOS 5.1 પર ચાલે છે અને એમાં ૧૯ : ૯ રેશિયો સાથે ૬.૨ ઇંચ HD+ (720 x 1520 પિક્સેલ) ઇન સેલ પેનલ આપવામાં આવી છે.

આ સ્માર્ટફોનમાં 3GB / 4GB રેમની અને Adreno 506 GPU સાથે ઓકટા કોર ક્વોલકોમ સ્નેપડ્રેગન ૪૫૦ પ્રોસેસર આપવામાં આવ્યું છે.

Realme 2માં ૩૨ GB / ૬૪ GB ઇન્ટરનલ મેમરી આપવામાં આવી છે અને તેને ૨૫૬ GB સુધી વધારી શકાય છે.

આ સ્માર્ટફોનની ફોટોગ્રાફીની વાત કરવામાં આવે તો એમાં રિયરમાં ડ્યુઅલ કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. તેનો પહેલો કેમેરો ૧૩ મેગાપિક્સેલ અને બીજો કેમેરો ૨ મેગાપિક્સેલનો છે. સાથે સાથે ફ્રન્ટમાં f/2.2 Aperture સાથે ૮ મેગાપિક્સેલનો કેમેરો આપવામાં આવ્યો છે.

Realme 2માં કનેક્ટિવિટી માટે ડ્યુઅલ 4G VoLTE, Wi-Fi, બ્લુટૂથ v4.2, GPS/ A-GPS, GLONASS, માઈક્રો USB, OTG સપોર્ટ અને એક 3.5mm હેડફોન જેકનું પણ સપોર્ટ આપવામાં આવ્યું છે. સાથે સાથે આ સ્માર્ટફોનની બેટરી 4,230 mAhની છે. આ ઉપરાંત ફિંગરપ્રિન્ટ સેન્સર અને ફેસ અનલોક સેન્સર પણ આપવામાં આવ્યું છે.