Not Set/ ચેન્નાઈ : બુરખો પહેરીને આવેલી મહિલાએ કેમિકલ છાંટીને ઇમામને જીવતા સળગાવ્યા

તામિલનાડુની રાજધાની ચેન્નાઈના ત્રિપલિકેન ક્ષેત્રમાં સોમવારે રાતે મોટી મસ્જિદ સામે બનેલી એક ઓફિસમાં એક બુરખાવાળી મહિલાએ ઇમામને જીવતા સળગાવી દીધા હતા. ગંભીર રીતે સળગી ગયેલા ઇમામને ઈલાજ માટે નજીકની હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા, જ્યાં એમણે દમ તોડી દીધો હતો. પોલીસે મંગળવારે જણાવ્યું કે હત્યાના ઇરાદે અપરાધી સોમવારે રાતે લગભગ 8 વાગે અન્ય મહિલાઓ સાથે […]

Top Stories India

તામિલનાડુની રાજધાની ચેન્નાઈના ત્રિપલિકેન ક્ષેત્રમાં સોમવારે રાતે મોટી મસ્જિદ સામે બનેલી એક ઓફિસમાં એક બુરખાવાળી મહિલાએ ઇમામને જીવતા સળગાવી દીધા હતા. ગંભીર રીતે સળગી ગયેલા ઇમામને ઈલાજ માટે નજીકની હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા, જ્યાં એમણે દમ તોડી દીધો હતો.

પોલીસે મંગળવારે જણાવ્યું કે હત્યાના ઇરાદે અપરાધી સોમવારે રાતે લગભગ 8 વાગે અન્ય મહિલાઓ સાથે સૈય્યદ ફઝરૂદ્દીનની ઓફિસમાં પહોંચી હતી. એમણે ફઝરૂદ્દીન પર એક કેમિકલ ફેંક્યું અને એમને આગના હવાલે કરી દીધા હતા. ઇમામને જલ્દી જલ્દીમાં હોસ્પિટલ લઇ જવામાં આવ્યા પરંતુ ગંભીર રીતે સળગી જવાના કારણે બે કલાક બાદ એમનું મોત થઇ ગયું. ત્રિપલિકેન પોલીસે હત્યાના મામલે મુકદ્દમો દાખલ કરી લીધો છે. આ સાથે જ કેસની તાપસ કરી રહેલી ટીમ મહિલાની ઓળખ કરી હત્યાનો ઈરાદો જાણવાની કોશિશ કરી રહી છે.

કેસની તપાસ કરી રહેલા એક અધિકારીએ જણાવ્યું કે મણિ (61) નામના વ્યાપારીની એ જ એક દુકાન છે. જેમાં આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે. તેઓ ઇમામના ખાસ મીત્રોમાંના એક છે. ઘટના બાદ એમણે એક મહિલાને પકડવાની કોશિશ કરી પરંતુ આરોપી ધક્કો મારીને ત્યાંથી ભાગી નીકળી હતી. પોલીસે ઘટનાસ્થળની પણ તપાસ કરી, જ્યાં એમને ઈમામની ઓફિસ ખરાબ રીતે સળગેલી હાલતમાં મળી.

પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ આ એક સુનિયોજિત અપરાધ હતો. મહિલા પોતે ત્યાં આવે છે. બની શકે છે કે નજીકમાં જ ગાડીમાં કોઈ એની રાહ જોતું હોય. ઈમામનો ઈલાજ કરવાવાળા ડોક્ટરે કહ્યું કે એમને શબમાંથી ના તો પેટ્રોલ મળ્યું કે ના તો કેરોસીન. અમે નમુનાની તપાસ માટે ફોરેન્સિક લેબમાં મોકલી આપ્યા છે.