પટ્ટાવાળા/ સંદેશવાહકની 62 જગ્યા માટે પોલીસ વિભાગે હાલમાં આવેદન મંગાવ્યા હતા. જે માટે ન્યુનત્તમ યોગ્યતા પાંચમું પાસ રાખવામાં આવી હતી. પરંતુ જે લોકોએ આવેદન કર્યું, એ જોઈને સિલેક્શન બોર્ડના લોકો પણ હેરાન છે. 62 જગ્યા માટે લગભગ 50 હજાર ગ્રેજ્યુએટ, 28 હજાર પોસ્ટ ગ્રેજ્યુએટ એ અરજી કરી છે. એટલું જ નહિ પટ્ટાવાળા બનવાની લાઈનમાં 3700 પીએચડી ધારકો પણ છે.
ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ માં બી.ટેક અને એમબીએ કરેલા લોકો પણ સામેલ છે. 93,000 અરજીકર્તાઓ માં ફક્ત 7400 જ એવા છે, જેઓ પાંચમાંથી લઈને 12માં સુધી ભણેલા છે. એમણે જણાવ્યું આ નોકરી ટપાલી જેવી છે. નિયુક્ત વ્યક્તિનું કામ પોલીસના ટેલિકોમ ડિપાર્ટમેન્ટમાંથી પત્ર અને ડોક્યુમેન્ટ એક ઓફિસથી બીજી ઓફિસ પહોંચાડવાનું રહેશે.

એક અધિકારીએ જણાવ્યું કે અત્યાર સુધી પસંદગી માટે અમે અરજીકર્તાઓ પાસે સ્વઘોષણા કરાવતા હતા કે એમને સાયકલ ચલાવતા આવડે છે. જોકે, આટલી મોટી સંખ્યામાં ઓવર એજ્યુકેટેડ લોકોએ અરજી કરતા અમારે મજબુર થઈને પસંદગી પરીક્ષાનું આયોજન કરવું પડશે.
સિનિયર અધિકારીઓએ જણાવ્યું કે આટલી મોટી સંખ્યામાં અરજીનું મોટું કારણ છે, માર્કેટમાં જોબ ના હોવી. આ પદ ફુલ ટાઈમ સરકારી નોકરીનું છે, અને શરૂઆતનો પગાર 20 હજાર આસપાસ છે. આ જ કારણ છે કે આટલી મોટી સંખ્યામાં લોકોએ અરજી કરી છે.
જોકે, એડીજી પીકે તિવારીએ જણાવ્યું કે આ સારી વાત છે કે આટલી મોટી સંખ્યામાં ઊંચી ડિગ્રી ધરાવતા લોકોએ અરજી કરી છે. અમે એમને બીજા કામોમાં પણ લગાવી શકીએ છીએ. ટેક્નિકલ કેન્ડીડેટ્સને જલ્દી પ્રમોશન મળશે, તેમજ તેઓ અમારા વિભાગ માટે ઉપયોગી સાબિત થશે. એમણે જણાવ્યું કે આ વખતથી પરીક્ષાની પ્રક્રિયા બદલવામાં આવી રહી છે. પરીક્ષામાં જનરલ નોલેજ, બઝીક મેથ્સ અને રિઝનિંગના સવાલ હશે.
