- માતરના ધારાસભ્યને હાલોલ કોર્ટે સંભળાવી સજા
- કેસરીસિંહ સોલંકીને 2 વર્ષની સજા
- એમએલએ સહીત 26 લોકો જુગાર રમતા ઝડપાયા હતા
- હાલોલના ઝીમીરા રિસોર્ટમાંથી પકડાયા હતા
- તમામ આરોપીઓને 2 વર્ષની સજા,4000નો દંડ
શિવરાજપુર પાસેના જીમીરા રિસોર્ટમાં જુગાર રમવાના કેસમાં હાલોલ કોર્ટે માતરના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીને 2 વર્ષની સજા ફટકારી છે.શિવરાજપુરના જીમીરાં રિસોર્ટમાંથી જુલાઈ 2021માં માતરના ધારાસભ્ય અને 7 મહિલાઓ સહિત 26 લોકો જુગાર રમતા ઝાડપાવવાના કેસમાં માતરના ધારાસભ્ય કેશરીસિંહ સોલંકી સહિત 26 લોકોને હાલોલ એડી.ચીફ જ્યુડિશિયલ કોર્ટે દોષિત જાહેર કર્યા છે. અન્ય આરોપીઓને પણ 2 વર્ષની સજા અને 3 હજારનો દંડ ફટકારાયો છે. જુગારધામ પ્રકરણમાં 4 વિદેશી મહિલાઓ પણ સામેલ હતી. કોર્ટે રિસોર્ટનો પરવાનો રદ્દ કરવાનો પણ હુકમ કર્યો છે.
પોલીસે જુગારધારા હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ગોધરા એલ.સી.બી પોલીસને માહિતી મળી હતી કે જીમીરા રિસોર્ટ ખાતે હાઇપ્રોફાઇલ જુગાર રમાઇ રહ્યો છે. જેથી તેણે પાવાગઢ પોલીસ ટીમને સાથે રીસોર્ટમાં છાપો માર્યો હતો.
કેસીનો પ્રકારનો કોઇન વડે યુવતીઓ દ્વારા રમાડાતાં જુગારધામ પરથી માતરના ધારાસભ્ય કેશરીસિંહ જેસીંગભાઇ સોલંકી (રહે. લીબાસી,તા.માતર, જી.ખેડા) ઝડપાઇ ગયા હતા. પોલીસને જાણવા મળ્યું હતું કે હર્ષદભાઇ વાલજીભાઇ પટેલ (રહે.નિકોલ 201, શબરી વાટિકા સોસાયટી અમદાવાદ) જીમીરા રિસોર્ટ શિવરાજપુર ખાતે રૂમ રાખી અંદર કેટલાક ઇસમોને બહારથી બોલવી પાના પત્તાનો જુગાર રમાડે છે.
ઉલ્લેખનીય છે કે કોઈપણ ગુનામાં બે કે તેનાથી વધુ વર્ષની સજા ધારાસભ્યોને થાય તો તેમને ધારાસભ્યપદ ગુમાવવું પડે છે. આ ઘટનામાં કેસરસિંહ સામે હજુ ગુનો જ નોંધાયો હોવાથી તેમનું ધારાસભ્યપદ જશે નહીં.
આ પણ વાંચો:ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ-ગુજકેટનું પરિણામ 12 મે ના રોજ થશે જાહેર, શિક્ષણમંત્રીએ આપી માહિતી
આ પણ વાંચો:રાજદ્રોહ કાયદા પર સુપ્રીમ કોર્ટે મૂક્યો પ્રતિબંધ, પુનર્વિચાર માટે પણ નવા કેસ નહીં નોંધી શકે
આ પણ વાંચો:રાહુલ ગાંધીની ધારાસભ્યો સાથે ખાસ બેઠક, ચૂંટણી વ્યૂહરચનાકારની કરાઈ માંગ
