કાર અકસ્માત/ સુંધા માતાના દર્શન કરીને પરત ફરી રહેલા પરિવારને નડ્યો અકસ્માત, ચાર લોકોના મોત

સુંધા માતાના મંદિરે દર્શન કરીને કારમાં પરત ફરી રહેલા નાના બેડાના પરિવારને અજાણ્યા વાહને ટક્કર મારી ફરાર થઈ ગયો હતો.

Gujarat Others
4 લોકોના મોત
  • આબુરોડ હાઇવે પર અકસ્માત
  • અકસ્માતમાં 4 લોકોના મોત
  • પરિવારામાં માતમનો માહોલ
  • અજાણ્યા ટેન્કર ચાલકે મારી ટક્કર
  • સિરોહી પોલીસે તાપસ શરૂ કરી

રાજસ્થાનના આબુરોડ હાઇવે પર એક ભયાનક માર્ગ અકસ્માતની ઘટના બની છે. અજાણ્યા વાહન ચાલકે કારને અડફેટે લીધા બાદ અકસ્માતગ્રસ્ત કારમાંથી સુરક્ષિત બહાર કાઢવામમાં આવ્યા હતા. જે બાદ ડિવાઈડર પર બહાર આવી ઊભા રહ્યા હતા. તે જ સમયે એક અનિયંત્રિત કન્ટેનરના ચાલકે ડિવાઈડર પાસે ઉભેલા લોકોને ટક્કર મારતા 4 લોકોના મોત થતા પરિવારમાં માતમનો માહોલ છવાયો છે. તો આ મામલે પોલીસને જાણ થતા અજાણ્યા ટેન્કરચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી સિરોહી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર, તો આજે સવારે સુંધા માતાના મંદિરે દર્શન કરીને કારમાં પરત ફરી રહેલા નાના બેડાના પરિવારને અજાણ્યા વાહને ટક્કર મારી ફરાર થઈ ગયો હતો. જ્યારે અકસ્માત ગ્રસ્તકારમાંથી તમામ સભ્યોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા.  આ પછી પરિવારના સભ્યો ડિવાઈડર પર બહાર આવી ઊભા રહ્યા હતા તે સમયે એક અનિયંત્રિત કન્ટેનર ના ચાલકે ડિવાઈડર  પાસે ઉભેલા લોકોને ટક્કર મારતા 2 લોકો ના  ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત થયા હતા. તેમજ અન્ય ચાર ઘાયલોને ગંભીર હાલતમાં સરકારી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. જ્યાં સારવારદરમિયાન વધુ બે લોકોના મોત થયા હતા.

આ અકસ્માતમાં નાના બેડાના રહેવાસી ગોવિંદરામ, બાબુલાલ, માનશીદેવી, દુર્ગાદેવીનું મૃત્યુ થયું હતું. જ્યારે તનિષ્ક અને પુષ્પાબેનને ગંભીર ઈજાઓ થતાં ખાનગી ટ્રોમા સેન્ટરમાં સારવાર માટે ખસેડાયા હતા. સમગ્ર મામલે સિરોહી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: માતરના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીને હાલોલ કોર્ટે સંભળાવી 2 વર્ષની સજા

આ પણ વાંચો: આપણે ગુજરાત ટાઇટન્સ સામે હાર સ્વીકારી, અહિંયા નબળા માટે કોઈ સ્થાન નથી: ગૌતમ ગંભિર

આ પણ વાંચો:ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ-ગુજકેટનું પરિણામ 12 મે ના રોજ થશે જાહેર, શિક્ષણમંત્રીએ આપી માહિતી