Not Set/ નોટબંધી પીએમ મોદીની ભૂલ નહિ, કૌભાંડ છે : રાહુલ ગાંધીના પ્રહાર

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ કરીને આજે નોટબંધીને લઈને પ્રધાનમંત્રી મોદી પર હુમલો કર્યો છે. રાહુલ ગાંધીએ કહ્યું કે નોટબંધીને લઈને પીએમ મોદીએ દેશને જવાબ આપવો જોઈએ કે દેશને આટલો મોટો ફટકો શા માટે માર્યો. રાહુલ ગાંધીએ કહ્યું કે દેશના જીડીપીમાં બે ટકાનો ઘટાડો થયો છે. અને આ કારણે હજારો લોકો બેરોજગાર થઇ ગયા. એમના […]

Top Stories India

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ કરીને આજે નોટબંધીને લઈને પ્રધાનમંત્રી મોદી પર હુમલો કર્યો છે. રાહુલ ગાંધીએ કહ્યું કે નોટબંધીને લઈને પીએમ મોદીએ દેશને જવાબ આપવો જોઈએ કે દેશને આટલો મોટો ફટકો શા માટે માર્યો. રાહુલ ગાંધીએ કહ્યું કે દેશના જીડીપીમાં બે ટકાનો ઘટાડો થયો છે. અને આ કારણે હજારો લોકો બેરોજગાર થઇ ગયા. એમના ધંધા રોજગાર બંધ થઇ ગયા.

રાહુલે આગળ કહ્યું કે નોટબંધી એક ગોટાળો છે. કાળુધન સફેદ કરવા માટે નોટબંધી કરવામાં આવી હતી. એમણે ભાજપ અધ્યક્ષ અમિત શાહ પર આરોપ લગાવતા કહ્યું કે જે બેંકમાં અમિત શાહ ડાયરેક્ટર હતા, એમાં 700 કરોડ રૂપિયા બદલવામાં આવ્યા. એનો પણ જવાબ આપવો જોઈએ.

રાહુલે કહ્યું નોટબંધીના ફેંસલા પર પીએમ મોદીએ દેશને જવાબ આપવો જોઈએ. દેશના 70 વર્ષોમાં પહેલા કોઈએ પણ આવું કર્યું નથી. એમણે કહ્યું આરબીઆઇનો રિપોર્ટ સાબિત કરે છે કે નોટબંધીનો કોઈ ફાયદો થયો નથી. નોટબંધી ફક્ત કાળાધનને સફેદ કરવા માટે કરવામાં આવી હતી.

રાહુલે જણાવ્યું કે પીએમ મોદીએ પોતાના 10 થી 15 નાદાર ઉદ્યોગપતિ મિત્રોને ફાયદો પહોંચાડવા અને એમનું કાળુધન સફેદ કરવા માટે નોટબંધી લાગુ કરી હતી. નોટબંધી એક ગોટાળો છે. અને પીએમ જે વચનો આપે છે એને અમે ગંભીરતાથી નથી લેતા, પરંતુ અમે એમનું જૂઠ પકડીએ છીએ. અમારું કામ જનતાને સત્ય દર્શાવવાનું છે, અને અમે એ કરીશું.

રાફેલ ડીલને લઈને પણ રાહુલ ગાંધીએ મોદી સરકાર પર ખુબ હુમલા કર્યા. એમણે કહ્યું કે રાફેલ ડીલ પણ ઉદ્યોગપતિ ઓને ફાયદો પહોંચાડવા માટે કરવામાં આવી હતી. રાફેલ ડીલની તપાસ જેપીસી દ્વારા કેમ નથી કરાવવામાં આવતી. એમણે કહ્યું કે પીએમ મોદીએ રાફેલ ડીલ પર દેશને જણાવવું જોઈએ કે એચએએલને છોડીને અનિલ અંબાણીને કોન્ટ્રાકટ કેમ આપવામાં આવ્યો. અને 500 કરોડના વિમાન 1600 કરોડમાં કેમ ખરીદવામાં આવ્યા.