અલ્હાબાદનાં મેયર અભિલાષા ગુપ્તા દ્વારા રવિવારે સાંજના રોજ માત્ર 10 દસ રૂપિયામાં મળે તેવી સહાયિત ખોરાક સુવિધા લૉન્ચ કરવામાં આવી છે. લોકોને પરવડતી આ સુવિધાનું નામ “યોગી થાળી” રાખવામાં આવ્યું છે
આ પહેલની શરૂઆત ખાનગી વ્યક્તિ દ્વારા તેમનાં સહયોગીઓની મદદ લઇ શરુ કરવામાં આવી છે. યોગી થાળીનાં લોન્ચ બાદ ગુપ્તાએ જણાવ્યું હતું કે,
આ પહેલ એક ખાનગી રીતે દ્વારા શરુ કરવામાં આવી છે. આ સહાયતાની શરૂઆત આજ રોજ ઉત્તરપ્રદેશનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનાં નામને અનુલક્ષીને કરવામાં આવી છે. આ થાળીની કિંમત 10 રૂપિયા રાખવામાં આવી છે જે ખુબ જ નજીવી છે અને ગરીબો, વિકલાંગો, જરૂરતમંદો અને સાધુઓ વગેરેને પરવડે તેવી છે. જેનો ઉપયોગ મહત્તમ લોકો દ્વારા કરવામાં આવશે. આ સુવિધા એવા તબબક્કાનાં લોકો માટે છે જે પૂરો ખોરાક નથી લઇ શકતા, તે અહીંથી ખોરાક મેળવી શકે છે.”
આ સુવિધાની પાછળ રહેલાં દિલીપ અલીઆસ કાકેએ જણાવ્યું હતું કે, “અમારો ઉદ્દેશ્ય છે કે કોઈ પણ વ્યક્તિ ભૂખ્યા પેટે ન સુવે. અમે આ સુવિધાનું નામ ઉત્તરપ્રદેશનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને અનુલક્ષીને રાખેલું છે, જે પ્રદેશનાં લોકોનાં કલ્યાણ માટે કામ કરે છે. જેમનાં કાર્યોનો પ્રદેશનાં લોકો ખુબ જ પ્રશંશા કરે છે.”
આ ખોરાકી સુવિધા અલ્હાબાદનાં અત્તાસુઈયા વિસ્તાર નજીક ચાલુ કરવામાં આવશે.

આ પહેલ એક ખાનગી રીતે દ્વારા શરુ કરવામાં આવી છે. આ સહાયતાની શરૂઆત આજ રોજ ઉત્તરપ્રદેશનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનાં નામને અનુલક્ષીને કરવામાં આવી છે. આ થાળીની કિંમત 10 રૂપિયા રાખવામાં આવી છે જે ખુબ જ નજીવી છે અને ગરીબો, વિકલાંગો, જરૂરતમંદો અને