Not Set/ કર્ણાટક : કોંગ્રેસની જીતના જશ્ન દરમિયાન એસિડ અટેક, 25 લોકો જખ્મી

કર્ણાટકમાં પાલિકા ચૂંટણીઓના પરિણામમાં કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી છે. જીતથી ઉત્સાહિત કાર્યકર્તાઓ ખુબ જશ્ન માનવી રહ્યા છે. તુમકૂરમાં પાર્ટીની જીતનો જશ્ન માનવી રહેલા કોંગ્રેસી કાર્યકર્તાઓ પર એસિડ અટેક ની ઘટના સામે આવી છે. એક રિપોર્ટ મુજબ તુમકૂરમાં કોંગ્રેસી કાર્યકર્તાઓ પર એ સમયએ એસિડ અટેક થયો, જયારે તેઓ કોંગ્રેસી કેન્ડિડેટ ઈનાયતુંલ્લાહ ખાનની જીતનો જશ્ન […]

Top Stories India

કર્ણાટકમાં પાલિકા ચૂંટણીઓના પરિણામમાં કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી છે. જીતથી ઉત્સાહિત કાર્યકર્તાઓ ખુબ જશ્ન માનવી રહ્યા છે. તુમકૂરમાં પાર્ટીની જીતનો જશ્ન માનવી રહેલા કોંગ્રેસી કાર્યકર્તાઓ પર એસિડ અટેક ની ઘટના સામે આવી છે.

એક રિપોર્ટ મુજબ તુમકૂરમાં કોંગ્રેસી કાર્યકર્તાઓ પર એ સમયએ એસિડ અટેક થયો, જયારે તેઓ કોંગ્રેસી કેન્ડિડેટ ઈનાયતુંલ્લાહ ખાનની જીતનો જશ્ન મનાવવા માટે એકઠા થયા હતા. આ દરમિયાન અચાનક એસિડ એટેક થયો. જેમાં 25 લોકો ઝખમી થયા હોવાની વાત સામે આવી છે. હાલ, એ સાફ નથી થઇ શક્યું કે હુમલા પાછળ કોણ છે, અને શા માટે આ હુમલો કરવામાં આવ્યો.

https://twitter.com/mantavyanews/status/1036551151229886464

જણાવી દઈએ કે કર્ણાટક વિધાનસભા ચૂંટણી બાદ ભાજપને હવે પાલિકા ચૂંટણીમાં પણ નિરાશા હાથ લાગી છે. કુલ 2961માંથી 2709 સીટો પર પરિણામ અને વલણ મુજબ કોંગ્રેસ પહેલા નંબર પર છે. કોંગ્રેસે 982, ભાજપે 929, જેડી(એસ) 375 અને અપક્ષ 375 સીટો પર આગળ છે તેમજ જીતી ચુક્યા છે. ભાજપે શીમોગામાં જીત દર્જ કરી છે અને મૈસુર તેમજ તુમકૂર નગર નિગમમાં આગળ છે.

પાર્ટીએ ચૂંટણીમાં હાર સ્વીકાર કરી લીધી છે. કર્ણાટક ભાજપ અધ્યક્ષ બીએસ યેદીયુરપ્પાએ જણાવ્યું કે ગઠબંધન સરકારના કારણે પાર્ટી આશા મુજબ દેખાવ કરી શકી નથી. એમણે કહ્યું કે 2019 લોકસભા ચૂંટણીમાં ભાજપ સારું પ્રદર્શન કરશે. યેદીયુરપ્પાએ ચૂંટણી પહેલા 50 થી 60 ટકા સીટો પર ભાજપની જીતનો દાવો કર્યો હતો.

મૈસુર નગર નિગમમાં ભાજપે 16 વોર્ડમાં જીત મેળવી છે. વળી, છ વોર્ડમાં પાર્ટી કેન્ડિડેટ આગળ છે. વળી, કોંગ્રેસ 7 સીટો જીતી ચુકી છે અને 12 સીટો પર આગળ ચાલી રહી છે.