Not Set/ અમેઝોને લોન્ચ કર્યું આ ફીચર, કરોડો ગ્રાહકોને થશે ફાયદો

નવી દિલ્લી ભારતીય ગ્રાહકો માટે ભાષા સંબંધી સમસ્યાઓનું નિવારણ કરવા માટે અમેઝોન ઇન્ડિયાએ અમેઝોન ડોન ઈનને હિન્દી ભાષામાં લોન્ચ કર્યું છે. આ લોન્ચિંગના લીધે અમેઝોનની સરળ અને સુવિધાજનક ઓનલાઇન સર્વિસને હિન્દીમાં માણી શકાશે. પ્રોડક્ટની બધી માહિતી હવે ગ્રાહક હિન્દીમાં વાંચી શકશે એટલું જ નહી પણ પોતાના પેમેન્ટ પણ કરી શકશે. વધુમાં તમને જણાવીએ તો કસ્ટમર હવે […]

Tech & Auto

નવી દિલ્લી

ભારતીય ગ્રાહકો માટે ભાષા સંબંધી સમસ્યાઓનું નિવારણ કરવા માટે અમેઝોન ઇન્ડિયાએ અમેઝોન ડોન ઈનને હિન્દી ભાષામાં લોન્ચ કર્યું છે. આ લોન્ચિંગના લીધે અમેઝોનની સરળ અને સુવિધાજનક ઓનલાઇન સર્વિસને હિન્દીમાં માણી શકાશે. પ્રોડક્ટની બધી માહિતી હવે ગ્રાહક હિન્દીમાં વાંચી શકશે એટલું જ નહી પણ પોતાના પેમેન્ટ પણ કરી શકશે.

વધુમાં તમને જણાવીએ તો કસ્ટમર હવે પોતાના એકાઉન્ટને મેનેજ કરવાની સાથે સાથે ઓર્ડરની હિસ્ટ્રી પણ જાણી શકશે। આ હિન્દી અમેઝોનનું ફીચર મોબાઈલની વેબસાઈટ અને એન્ડ્રોઇડ મોબાઈલ એપમાં પણ ઉપલબ્ધ છે. આ લોન્ચિંગ પર અમેઝોનના વાઇસ પ્રેસિડન્ટ મનીષ તિવારીએ કહ્યું હતું કે અમે એવું ઇરછીએ છીએ કે અમેઝોનની એપનો ઉપયોગ દેશના દરેક લોકો કરી શકે અને બધા ગ્રાહકોને તેમની ઇરછા અનુસાર પ્રોડક્ટ મળી રહે. કસ્ટમર બીજી કોઈ ભાષા બોલતા હોય અથવા તો ભારતમાં ન રહેતા હોય પણ તેમને આ એપનો લાભ મળશે. અમે આ વિઝનને પૂરું કરવાની દિશા માટે હિન્દી જાણતા 10 કરોડ કસ્ટમરને ઓનલાઇન ખરીદીમાં મદદ મળશે.

ભારતની રાષ્ટ્રીય ભાષા હિન્દી છે જેના લીધે દેશના કરોડો લોકોને તેમની પસંદગીની ખરીદી હિન્દી ભાષામાં કરી શકશે. હવે તહેવારો પણ નજીક આવી રહ્યા છે જેના લીધે ખરીદી કરવામાં પણ કસ્ટમરને મદદ મળી રહેશે. હવે ગ્રાહક પ્રથમ વાર દિવાળીની ખરીદી હિન્દી ભાષામાં કરી શકશે. અમેઝોને જણાવ્યું છે કે કસ્ટમરને સર્ચનું ફીચર અંગ્રેજીમાં કરવું પડશે અને ડિલિવરી એડ્રેસ પણ અંગ્રેજીમાં લખવું પડશે.  બીજા પણ ઘણાં નવા ફીચર ટૂંક સમયમાં ઉમેરવામાં આવશે. એમેઝોનના આ ફીચરથી અંગ્રેજી ભાષા ન જાણકાર કસ્ટમર હવે હિન્દી ભાષાથી ખરીદી કરી શકશે.

માત્ર હિન્દી જ નહીં પરંતુ અમેઝોન ટૂંક સમયમાં ભારતની બીજી લોકલ ભાષાને પણ પોતાની સર્વિસમાં ઉમેરવાનું વિચારી રહ્યા છે.

ગુગલના વર્ષ 2017ના રિપોર્ટ મુજબ ભારતીય ભાષા જાણતા કસ્ટમરની સંખ્યા 536 મિલિયન જયારે અંગ્રેજી ભાષા જાણતા કસ્ટમરની સંખ્યા 199 મિલિયન સુધી પહોંચી શકે છે.