ગાંધીનગર,
ગાંધીનગરમાં શિક્ષકદિન નિમિત્તે શિક્ષકોનું સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યુ. જેમાં સીએમ વિજય રૂપાણી,રાજ્યપાલ ઓ.પી કોહલી,શિક્ષણમંત્રી ભૂપેન્દ્વસિંહ ચુડાસમા સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં શ્રેષ્ઠ શિક્ષકોને સન્માનિત કરવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે શિક્ષકદિનની ઉજવણી સર્વપલ્લી રાધાકૃષ્ણની યાદમાં કરવામાં આવે છે. ત્યારે શિક્ષકએ આપણા દેશના ભાવીનુ ઘડતર કરે છે. દરેક વ્યક્તિના જીવનમાં તેના ગુરુનો સ્થાન સૌથી અવ્વલ હોય છે.
ત્યારે ગાંધીનગરમાં આ શ્રેષ્ઠ શિક્ષકોને સન્માન આપવામાં આવ્યુ..અને આપણા દેશનું નિર્માણ વધુ સારી રીતે થાય તેવી શુભેચ્છાઓ પણ મહાનુભાવો દ્વારા આપવામાં આવી હતી.
