ગત 40 કલાકની અંદર શિનોર પોલીસ મથકનાં પોલીસ અધિકારીઓએ મળીને મીઢોળ, અવાખલ અને શિનોર ગામમાં સાતમ-આઠમનાં પર્વ નિમિતે જુગાર રમતાં મળતાં ત્રણેય ગામોમાં જુગારીઓની તપાસ હાથ ધરી હતી. પોલીસ મથકનાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર અજય ગઢવી, સેકન્ડ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ. કે. રાઉલજી ઉપરાંત પોલીસ સ્ટાફ દ્વારા આ ત્રણેય ગામોમાં જુગારીઓની તપાસ હાથ ધરવામાં આવી હતી.
આપને જણાવી દઈએ કે તાપસ દરમિયાન મીઢોળ ગામની શાળા બહાર આવેલા ઓટલા પર જુગાર રમતા 6 જુગારીઓની કુલ રૂપિયા 45,980 રૂપિયાનાં મુદ્દામાલ સાથે પકડી પાડવામાં આવ્યા હતા. આ રકમમાં 16,120 રૂપિયાની જડતીનો સમાવેશ પણ થઇ જાય છે.
જયારે અવાખલ ગામ પર તપાસ કરવા જતા પોલીસ ટોળકીને હાઈસ્કૂલ પાછળ અંધારામાં જુગાર રમતી શકુનિઓની ટોળીને ઝડપી પડી હતી. જેમાં જડતીનાં 15,850 રૂપિયા સાથે કુલ 89,350 ના મુદ્દામાલ સાથે પોલીસે 6 લોકોને ઝડપી પડ્યા હતા. શિનોર ગામમાં પોલીસ તાપસ દરમિયાન ગામનાં રામમંદિર પાછળનાં વિસ્તારમાં પણ 6 શખ્સોને ઝડપી પડ્યા હતા. આ જુગારીઓ પાસેથી પણ મોટી માત્રામાં મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
આ ત્રણેય ગામોએ મેળવીને શિનોર પોલીસ દ્વારા કુલ રકમ 1,38,880 સાથે 18 શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી. આ તમામ પર પોલીસ દ્વારા કેસ પણ કરવામાં આવેલ છે. શિનોર પોલીસ સ્ટેશન દ્વારા કાયદાઓનું અને નિયમોનું પાલન કરવા લોકોને અપીલ કરી છે અને જે અસામાજિક તત્વો સાતમ-આઠમના પવિત્ર પર્વ નિમિતે જુગાર રમતો ઝડપાશે તેની સામે કડક કાર્યવાહી કરવા શિનોર પોલીસ તંત્ર કટિબદ્ધ છે.
