Not Set/ વડોદરા : યુવાન પરિણીતાની હત્યાનાં ચકચારી બનાવમાં આવ્યો નાટ્યાત્મક વળાંક

વડોદરા માં યુવાન પરિણીતા ની હત્યાનાં ચકચારી બનાવમાં નાટ્યાત્મક વળાંક આવ્યો છે. પરિણીતા ની હત્યા તેનાં જ પ્રેમીએ કર્યા બાદ તેણે આત્મહત્યા કરી લીધી હોવાનું સામે આવ્યું છે. પોલીસ આ હત્યાકેસનો ભેદ ઉકેલવાનો દાવો કરી રહી છે પણ હજી ઘણાં સવાલ વણઉકલ્યા છે. વડોદરા શહેરનાં તરસાલી-સુશેન રોડ ઉપર આવેલ આનંદબાગ સોસાયટીમાં રહેતા ફેક્ટરી માલિકની પત્ની 25 […]

Top Stories Gujarat

વડોદરા માં યુવાન પરિણીતા ની હત્યાનાં ચકચારી બનાવમાં નાટ્યાત્મક વળાંક આવ્યો છે. પરિણીતા ની હત્યા તેનાં જ પ્રેમીએ કર્યા બાદ તેણે આત્મહત્યા કરી લીધી હોવાનું સામે આવ્યું છે. પોલીસ આ હત્યાકેસનો ભેદ ઉકેલવાનો દાવો કરી રહી છે પણ હજી ઘણાં સવાલ વણઉકલ્યા છે.

વડોદરા શહેરનાં તરસાલી-સુશેન રોડ ઉપર આવેલ આનંદબાગ સોસાયટીમાં રહેતા ફેક્ટરી માલિકની પત્ની 25 વર્ષીય કુંજલબહેન પંચાલની શુક્રવારે ક્રૂર હત્યા કરી નાંખવામાં આવી હતી. બાદમાં તેમનાં જ કૌટુંબિક સંબંધી મિત ગોરાણા નામનાં યુવકનો મૃતદેહ શહેરનાં મકરપુરા વિસ્તારમાં રેલવે ટ્રેક પરથી મળી આવ્યો હતો. જેથી આ મામલે તપાસ કરી રહેલી વડોદરા પોલીસે બંને મોતની કડીને જોડતાં બન્ને પ્રેમી-પ્રેમિકા હોવાનું બહાર આવ્યું હતું. સમાજનાં ડરથી બંનેએ એકસાથે જીવન ટુંકાવતા પહેલાં પ્રેમી મિતે પોતાની પરિણીત પ્રેમિકા કુંજલની હત્યા કરી. ત્યારબાદ પોતે ટ્રેન નીચે પડતું મુકી આપઘાત કરી લીધો હોવાનું પોલીસે જણાવ્યું હતું.

પોલીસે તપાસની શરૂઆત મોતને ઘાટ ઉતારાયેલ કુંજલના મોબાઇલ ફોન કોલ અને મેસેજની ચકાસણી કરી હતી. જેમાં કુંજલ અને મકરપુરા જીઆઇડીસી રોડ ઉપર આવેલ ગુજરાત હાઇસિંગ બોર્ડમાં રહેતા 21 વર્ષીય યુવક મિત અનિલભાઇ ગોરાણા વચ્ચે થયેલ ફોન અને એકબીજાને કરેલા મેસેજ મળી આવ્યા હતા. પોલીસે મિત અંગે તપાસ કરતા મિત કુંજલની ભાભી ખુશ્બુબહેનનો પિતરાઇ ભાઇ હોવાનું બહાર આવ્યું હતું. તે બાદ પોલીસે મિતની શોધખોળ શરૂ કરી હતી. દરમિયાન સાંજે રેલવે પોલીસને મકરપુરા રેલવે યાર્ડમાંથી યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો.

પોલીસને મૃતક મિતનાં ખિસ્સામાંથી એક સુસાઇડ નોટ મળી આવી હતી. જેમાં મિત અને કુંજલ વચ્ચે પ્રેમ સંબંધ હોવાનું પુરવાર થયું હતું. સુસાઇડ નોટ માં મિત અને કુંજલનાં હસ્તાક્ષર પણ છે. પરંતુ પોલીસને પણ ખાતરી નથી કે આ સુસાઇડ નોટ કોણે લખી છે. આ હત્યાનો ભેદ ઉકેલવા માટે આનંદબાગ સોસાયટીનાં એક રહીશે ટીપ આપી હતી કે, એક યુવાન કુંજલના ઘરમાંથી નીકળ્યો હતો. અને સફેદ કલરની એક્ટીવા લઇને જતો રહ્યો હતો. જે ટીપ આ હત્યાનો ભેદ ઉકેલવામાં પણ મદદરૂપ થઇ હતી.

આત્મહત્યા કરનાર પ્રેમી મિત અપરિણીત હતો. જ્યારે તેની પરિણીત પ્રેમિકા કુંજલને અઢી વર્ષનો પુત્ર છે. જે હવે પ્રણયફાગનાં આવેલાં કરૂણ અંજામમાં પુત્ર, માં-વિહોણો થઇ ગયો છે.