Not Set/ ઓબામાએ ઘરથી દૂર રહેતા વિદ્યાર્થીઓને આપી સલાહ, માતા-પિતા વિશે કહ્યું આવું જોરદાર

વોશિંગ્ટન શનિવારે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા આશરે ૧ વર્ષ બાદ જાહેર કાર્યક્રમમાં નજરે જોવા મળ્યા. ઓબામા યુનિવર્સીટી ઓફ ઈલીનોઈસમાં યોજાયેલ એક કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને સંબોધિત કરવા તેઓ ઉપસ્થિત રહ્યા હતા. વિદ્યાર્થી સાથે વાતચીત દરમ્યાન તેમણે કહ્યું કે ઘરેથી બહાર રહીને અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ માતા-પિતાની લાગણીને સમજવી જોઈએ. તમારે સમજવું જોઈએ કે તમારા પેરેન્ટ્સ તમને કેટલું […]

World Trending

વોશિંગ્ટન

શનિવારે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા આશરે ૧ વર્ષ બાદ જાહેર કાર્યક્રમમાં નજરે જોવા મળ્યા. ઓબામા યુનિવર્સીટી ઓફ ઈલીનોઈસમાં યોજાયેલ એક કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને સંબોધિત કરવા તેઓ ઉપસ્થિત રહ્યા હતા. વિદ્યાર્થી સાથે વાતચીત દરમ્યાન તેમણે કહ્યું કે ઘરેથી બહાર રહીને અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ માતા-પિતાની લાગણીને સમજવી જોઈએ. તમારે સમજવું જોઈએ કે તમારા પેરેન્ટ્સ તમને કેટલું યાદ કરે છે. ઘરથી દુર રહેતા વિદ્યાર્થીઓએ રોજ માતા-પિતા સાથે વાત કરવી જોઈએ જેથી તેમને લાગે કે તેમના સંતાન તેમને પણ યાદ કરે છે.

Image result for barack obama with his daughter malia

Image result for barack obama with his daughter malia

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાની દીકરી માલિયા પણ ઘરથી દુર હાવર્ડ યુનિવર્સીટીમાં અભ્યાસ કરે છે.

ઓબામાએ પોતાની સ્પીચ શરુઆત કરતા તેમણે કહ્યું કે હું મારા ભાષણની શરૂઆત અહિયાં ઉપસ્થિત સૌથી અદ્ભુત લોકોથી કરવા માંગીશ એટલે કે હું વિદ્યાર્થીઓ માટે પહેલા બોલીશ. જો કે હું બધા કરતા છેલ્લે સ્પીચ આપવા માટે આવ્યો છુ એટલે મને એવું લાગે છે કે તમે બધા સુઈ ગયા હશો. પણ પછી મને લાગ્યું કે મારી સ્પીચ સાંભળવા માટે કદાચ તમે બધા જાગતા હશો કેમ કે વિદ્યાર્થી માટે માપી ન શકાય તેટલી બધી ઉર્જા રહેલી હોય છે.

મને પહેલા પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું પરંતુ હું આવી શક્યો નહોતો. ઓબામા હસતા-હસતા કહે છે કે મારા ન આવવાના લીધે અહીના વિદ્યાર્થીઓએ જે વિડીયો બનાવ્યો છે તે પણ મેં જોયો છે.  તમને જણાવી દઈએ કે આ વિડીયોમાં યુનિવર્સીટીના વિદ્યાર્થીઓ એવું બોલે છે કે કોલેજમાં સારી કેન્ટીન બંધ થઇ ગઈ છે એટલે ઓબામા આવતા નથી. આમ આ વિડીયો દ્વારા તેઓ સારી પીઝાની શોપ ખોલાવાની  માંગ પ્રશાસન સુધી પહોચે તેવો પ્રયત્ન કરે છે.

ઓબામાએ આ વિડીયો અંગે કહ્યું હતું કે હું જંક ફૂડ અને પીઝા જ ખાતો નથી એટલે સારી પીઝા શોપ ન હોવાને લીધે હું આવતો નથી તેનો કોઈ પ્રશ્ન જ ઉત્પન્ન નથી થતો.

Image result for barack obama with his wife

Image result for barack obama with his daughter malia

Related image

વધુમાં તેમણે ઉમેર્યું હતું કે છેલ્લા ઘણા વર્ષોથી રાષ્ટ્રપતિ પદ સંભાળવાના લીધે હું મારા પરિવારને સમય નહતો આપી શકતો. ૮ વર્ષનો સમય વ્હાઈટ હાઉસને આપ્યા પછી હું મારો બાકીનો સમય મારી પત્નીને આપવા માંગું છે આ કારણે હું પહેલા આમંત્રણ હોવા છતાં ન હતો આવ્યો પરંતુ આજે અહિયાં આવીને મળે સારું લાગી રહ્યું છે. પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ ઉપસ્થિત વિદ્યાર્થીઓને કહ્યું કે આજે તેઓ તેમની સાથે એક ગંભીર વિષય પર ચર્ચા કરવા માંગે છે.

વિદ્યાર્થીઓને સંબોધીને ઓબામાએ કહ્યું કે તમારામાંથી ઘણા વિદ્યાર્થીઓ એવા છે કે જેઓ ઘરથી દૂર રહીને અભ્યાસ કરે છે. તો ઘણા લોકો નોકરી માટે પણ ઘરથી દૂર રહે છે. આવા સમયે માતા-પિતાને સમય આપવો મુશ્કેલ બની જાય છે. તમારા સારા ભવિષ્ય માટે તમારા પેરેન્ટ્સ તમને દૂર ભણવા મોકલે છે, પણ તેઓ તમને ઘણા યાદ કરતા હોય છે ઘણી વાર છુપાઈને રોતા પણ હોય છે. તમારે  એવો પ્રયત્ન કરવો જોઈએ કે દિવસમાં ઓછામાં ઓછા એકવાર તો અવશ્ય તમારા માતા-પિતા સાથે વાત થાય.

બરાક ઓબામાની મોટી દીકરી માલિયા પણ તેમનાથી દૂર રહીને અભ્યાસ કરે છે આથી તેઓ  પેરેન્ટ્સની લાગણી વિશે સમજી શકે છે.ઓબામાએ વિદ્યાર્થીઓને હોલમાંથી બહાર નીકળે એવા તરત જ તેમના પેરેન્ટ્સને ફોન કરવા અંગે કહ્યું હતું અને કહ્યું હતું કે દરેક પેરેન્ટ્સ તેના સંતાનને ખુબ પ્રેમ કરે છે.

એટલું જ નહી પરંતુ ઓબામાએ અમેરિકાની રાજનીતિ અને હાલના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વિશે પણ વાત કરી હતી.