હૈદરાબાદ,
તેલંગાણાના જગિત્યાલ જિલ્લામાં મંગળવાર સવારે એક દર્દનાક ઘટના સામે આવી છે, જેમાં એક સરકારી બસ ખાડીમાં પડવાના કારણે ૪૫ લોકોના મોત થયા છે અને જયારે બીજા લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે.
#UPDATE: Sindhu Sharma, SP Jagtial, says, "45 people have died so far. Injured have been admitted to nearby government hospitals. Rescue operation is underway." A state-run RTC bus accident had occurred near Kondaagattu, earlier today. #Telangana pic.twitter.com/VRW1Q8FaCC
— ANI (@ANI) September 11, 2018
સ્થાનિક પોલીસના જણાવ્યા અનુસાર, તેલંગાણા રાજ્ય રસ્તા અને પરિવહન નિગમ (TSરTC)ની એક બસ કોન્ડાગટ્ટુ પવર્ત પર સ્થિત હનુમાન મંદિર પરથી પાછી ફરી રહી ત્યારે કોન્ડાગટ્ટુ પર્વત પર આ બસ દુર્ઘટનાનો શિકાર બની હતી.
Kondagattu bus accident: Telangana Chief Minister K Chandrashekhar Rao announces Rs 5 lakh as ex-gratia to the family members of the deceased https://t.co/1rOzUevWyT
— ANI (@ANI) September 11, 2018
આ ઘટનામાં માર્યા ગયેલા મૃતકોના પરિવારજનોને ચંદ્રશેખર રાવ સરકાર દ્વારા ૫ લાખ રૂપિયા આપવાનું એલાન કરવામાં આવ્યું છે.
બીજી બાજુ આ ઘટનાને જોતા રાહત અને બચાવ કાર્ય પણ શરુ કરી દેવામાં આવ્યું છે. ઘટના બાદ સ્થાનિક સાંસદ, મંત્રી, ધારસભ્યો ઘટનાસ્થળે પહોંચી રહ્યા છે.

મળતી માહિતી મુજબ, આ બસમાં કુલ ૫૫ લોકો સવાર હતા, જેમાંથી ૪૫ લોકોના મોત થયા છે. જયારે અન્ય ઘાયલોને નજીકની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ બસ શાનિવારપેટ ગામ પાસેના ઘાટ પાસે નજીકની ખાડીમાં પડી ગઈ હતી.
