Not Set/ માલ્યાને લુકઆઉટ સર્ક્યુલર શબ્દને બદલીને આવી રીતે સરકારે આપી હતી રાહત

કેન્દ્ર સરકાર પર આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે તેણે હજારો-કરોડોનો ઘપલો આદરીને વિદેશ ભણી જતા દારૂનાં કારોબારી વિજય માલ્યા વિરુદ્ધ લુકઆઉટ સર્ક્યુલરમાં બદલાવ કરીને નબળું બનાવી દીધું હતું, જેથી વિજય માલ્યા સરળતાથી વિદેશ ભાગી શક્યો હતો. સરકારી સૂત્રોએ જણાવ્યું હતું કે, વિજય માલ્યાની લુકઆઉટ નોટિસને નબળું બનાવવાનું જનાવવવામાં આવ્યું હતું. જણાવવામાં આવ્યું હતું કે […]

Top Stories India

કેન્દ્ર સરકાર પર આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે તેણે હજારો-કરોડોનો ઘપલો આદરીને વિદેશ ભણી જતા દારૂનાં કારોબારી વિજય માલ્યા વિરુદ્ધ લુકઆઉટ સર્ક્યુલરમાં બદલાવ કરીને નબળું બનાવી દીધું હતું, જેથી વિજય માલ્યા સરળતાથી વિદેશ ભાગી શક્યો હતો.

સરકારી સૂત્રોએ જણાવ્યું હતું કે, વિજય માલ્યાની લુકઆઉટ નોટિસને નબળું બનાવવાનું જનાવવવામાં આવ્યું હતું. જણાવવામાં આવ્યું હતું કે જો વિજય માલ્યા વિદેશ જાય તો તેની માત્ર જાણ રાખવામાં આવે, નહીં કે કોઈ કાર્યવાહી કરવામાં આવે. સીબીઆઈ એ 16 ઓક્ટોબર 2015 ના રોજ સરકારથી એવી વિનંતી કરી હતી કે માલ્યા વિરુદ્ધ લુકઆઉટ નોટિસ જાહેર કરવામાં આવે.

આ વિશે બીજેપી નેતા સુબ્રમણ્યમ સ્વામીએ ટ્વીટ કરીને કહ્યું હતું કે એક ચેનલને મળેલા સરકારી સૂત્રોની માહિતી ખરી જણાઈ રહી છે.

એજન્સીએ બ્યૂરો ઓફ ઈમિગ્રેશનને વિનંતી કરી હતી કે માલ્યા જો દેશ છોડીને વિદેશ જાય તો તેને પકડી લેવામાં આવે. પરંતુ તેના એક મહિના પછી જ નવેમ્બરમાં સીબીઆઈ એ એક સંશોધિત સર્ક્યુલર જાહેર કરવાનું કહ્યું હતું જેમાં બ્યૂરો ઓફ ઈમિગ્રેશનને કહેવામાં આવ્યું હતું કે તેઓ માત્ર, “માલ્યાની વિદેશ જવાની યાત્રાનાં પ્લાન વિશે સૂચના આપે.”