Not Set/ VIDEO : સ્વચ્છતાના સેનાની PM મોદીએ ઉપાડ્યું ઝાડું, દિલ્હીની સ્કૂલમાં આ રીતે કરી સફાઈ

નવી દિલ્હી, ચાર વર્ષ બાદ વધુ એકવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વચ્છતા અભિયાનની શરૂઆત કરાવી છે. શનિવારે મધ્યપ્રદેશના રાજગઢમાં તેઓએ વીડિયો કોન્ફરન્સ દ્વારા “સ્વચ્છતા હી સેવા આંદોલન”ની શરૂઆત કરાવી હતી. Prime Minister sweeps the premises of Baba Sahib Ambedkar Higher Secondary School in Paharganj as a part of #SwachhataHiSeva movement. pic.twitter.com/ky55AHCQix — ANI (@ANI) September 15, […]

Top Stories India Trending Videos

નવી દિલ્હી,

ચાર વર્ષ બાદ વધુ એકવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વચ્છતા અભિયાનની શરૂઆત કરાવી છે. શનિવારે મધ્યપ્રદેશના રાજગઢમાં તેઓએ વીડિયો કોન્ફરન્સ દ્વારા સ્વચ્છતા હી સેવા આંદોલનની શરૂઆત કરાવી હતી.

સ્વચ્છતા હી સેવા આંદોલનની શરૂઆત કરાવ્યા બાદ પીએમ મોદીએ રાજધાની દિલ્હી સ્થિત બાબા સાહેબ આંબેડકર સ્કૂલમાં પોતે સ્વચ્છતાના સેનાની બન્યા હતા અને પોતે ઝાડું ચલાવી સફાઈ પણ કરી હતી.

તમે, આ વીડિયોમાં જોઈ શકો છો કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેવી રીતે પોતે જ ઝાડું ઉઠાવી સફાઈ કરી રહ્યા છે અને દેશભરમાં સ્વચ્છતા નામે એક સંદેશો આપી રહ્યા છે.

પીએમ મોદી ઉપરાંત કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહે પણ ફરીદાબાદમાં ઝાડું ઉપાડી સફાઈ કરી હતી.

આ ઉપરાંત કેન્દ્રીય ઉદ્યોગમંત્રી ધર્મેન્દ્ર પ્રધાન પણ દિલ્હીમાં વસંત વિહાર એરિયામાં સફાઈના અભિયાનમાં જોડાયા હતા. નોધનીય છે કે, વડાપ્રધાન દ્વારા લંચ કરવામાં આવેલું આ મિશન આગામી ૨ ઓક્ટોબર એટલે કે “ગાંધી જયંતી” સુધી ચાલશે.

આ દરમિયાન તેઓએ જણાવ્યું હતું કે,

આ સ્વચ્છતા અભિયાન દ્વારા જ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનું સપનું સાકાર થશે.

શું કોઈએ કલ્પના કરી હતી કે, છેલ્લા ૪ વર્ષમાં ૨૦ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશ ખુલ્લામાં શૌચથી મુક્ત થઇ જશે.

દેશભરમાં ચાર વર્ષમાં સ્વચ્છતા મામલે જે ૬૦ વર્ષમાં થયું ન હતું, એટલી પ્રગતિ કરી છે.

આ તમામ ભારતવાસિઓ અને સ્વચ્છતાગ્રહિઓના પ્રયાસોનું પરિણામ છે કે દેશમાં ૩ લાખ લોકોની જિંદગી સ્વચ્છતાના આ અભિયાન દ્વારા બચાવવામાં આવી છે.

તાતા સમૂહ દ્વારા સ્વચ્છતા માટે કરાયેલા પ્રયાસોને પીએમ મોદીએ બિરદાવ્યું હતું. તેઓએ કહ્યું, આ અભિયાનને સાકાર કરવામાં તાત ટ્રસ્ટનું મોટું યોગદાન રહ્યું છે.

મહત્વનું છે કે, પીએમ મોદીએ શનિવાર સવારે જ ટવિટ દ્વારા સ્વચ્છતાના કાર્યક્રમની શરૂઆત કરવા અંગે જાણકારી આપી હતી. તેઓએ કહ્યું હતું કે, “અમે ઐતિહાસિક સ્વચ્છતા હી સેવા આંદોલનની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ, જે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના સ્વચ્છ ભારતના સપનાને પૂર્ણ કરવાની દિશામાં એક પ્રયાસ થશે”.