નવી દિલ્હી,
આજે ૧૫ સપ્ટેમ્બર, શનિવારના દિવસને દેશભરમાં “એન્જિનિયર્સ ડે” તરીકે ઉજવવમાં આવે છે. આજે એક એવા દેશના એક એન્જિનિયરને યાદ કરવામાં આવી રહ્યા છે, જેઓએ હાંસલ કરેલી ઉપલબ્ધિઓ પર ગર્વ કરી રહ્યા છીએ.

ઘણા વર્ષો પહેલા જયારે કોઈ ટેકનિક ન હતી, એન્જિનિયરિંગના ક્ષેત્રે કોઈ મોટી સુવિધાઓ પણ ન હતી, પરંતુ ત્યારબાદ બાદ આ તમામ પડકારોને પાર પાડીને એક એન્જિનિયર દ્વારા ડેમનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ ઉપલબ્ધિ હાંસલ કરનારા એન્જિનિયરનું નામ છે એમ. વિશ્વેશ્વરૈય્યા.

આ ખાસ દિવસને માનવતા સર્ચ એન્જિન ગુગલે પણ ડુડલ દ્વારા યાદ કર્યા છે.
એમ. વિશ્વેશ્વરૈય્યાની વાત કરવામાં આવે તો, તેઓનો જન્મ ૧૫ સપ્ટેમ્બર, ૧૮૬૦ના રોજ થયો હતો. તેઓ દ્વારા જે સિદ્ધિઓ હાંસલ કરવામાં આવી છે જેને ભારતના એન્જિનિયરિંગના ક્ષેત્રમાં એક મિસાલના રૂપમાં જોવામાં આવે છે, ત્યારે તેમના જન્મદિવસને “એન્જિનિયર્સ ડે” તરીકે મનાવવામાં આવે છે.

જાણો, એમ. વિશ્વેશ્વરૈય્યા દ્વારા એન્જિનિયરિંગના ક્ષેત્રમાં હાંસલ કરાયેલી સિદ્ધિઓ :
વિશ્વેશ્વરૈય્યાનો જન્મ ૧૫ સપ્ટેમ્બર, ૧૮૬૦ના રોજ મૈસૂરના કોલાર જિલ્લામાં થયો હતો.
તેઓના પિતાનું નામ શ્રીનિવાસ શાસ્ત્રી અને માતાનું નામ વેંકટલક્ષમ્મા હતું.
હાયર એજ્યુકેશન માટે તેઓએ બેંગલુરુના સેન્ટ્રલ કોલેજના એડમિશન લીધું હતું. પોતાના ઘરની આર્થિક હાલત ખુબ જ ખરાબ હોવાના કારણે તેઓ ટ્યુશન દ્વારા પોતાના અભ્યાસનો ખર્ચ કાઢતા હતા.
ત્યારબાદ તેઓ સરકારી મદદથી પુણાની સાઈન્સ કોલેજ ઓફ એન્જિનિયરિંગના અભ્યાસ માટે દાખલો કર્યો હતો. એન્જિનિયરિંગ પછી તેઓને નાસિકમાં આસિસ્ટન્ટ એન્જિનિયર તરીકે નિયુક્તિ કરાઈ હતી.

એમ. વિશ્વેશ્વરૈય્યાના એન્જિનિયરિંગ ક્ષેત્રે અભૂતપૂર્વ યોગદાનના કારણે કૃષ્ણ રાજસાગર ડેમ, ભદ્રાવતી આયરન એન્ડ સ્ટીલ વર્ક્સ, મૈસૂર સૈન્ડલ ઓયલ એન્ડ સોપ ફેક્ટરી, મૈસૂર કોલેજ, બેંક ઓફ મૈસૂરનું નિર્માણ થયું હતું,
આ તમામ નિર્માણમાં કૃષ્ણ રાજસાગર ડેમને બનાવવો ખુબ મુશ્કેલીભર્યું હતું, કારણ કે આ સમયે દેશમાં સિમેન્ટ તૈયાર થતો ન હતો. પરંતુ આ તમામ પડકારો બાદ તેઓએ હિંમત હાર્યા વગર અન્ય એન્જિનિયર સાથે મળી મોર્ટાર તૈયાર કર્યો અને ડેમનું નિર્માણ શક્ય બન્યું હતું.

આ સમયે કૃષ્ણ રાજસાગર ડેમ એશિયાનો સૌથી મોટો ડેમ માનવામાં આવતો હતો. આ ડેમ આજે પણ કર્ણાટકમાં યથાવત છે.
આ ઉપરાંત તેઓએ ૧૯૦૩માં પાણી રોકવા માટેની ઓટોમેટિક ફ્લડગેટની ડીઝાઇન તૈયાર કરાવીને પેટન્ટ કરાવી હતી, અને ત્યારબાદ પુણાના ખડકવાસલા તળાવમાં ઉપયોગ કરાયો હતો.
ત્યારબાદ તેઓને એન્જિનિયરિંગ ક્ષેત્રે આપેલા અભૂતપૂર્વ યોગદાનને કારણે દેશના સર્વોચ્ચ સન્માન “ભારત રત્ન”થી સન્માનિત કરાયા હતા.
