Not Set/ કાળીયાર હરણના શિકાર મામલે આ કારણે સૈફ, તબુ, નીલમ અને સોનાલી ચિંતામાં થઇ શકશે વધારો

જોધપુર સુપરસ્ટાર સલમાન ખાન કાળીયાર  શિકાર કેસમાં ફસાયેલો છે અને સતત મામલાની સુનાવણી હાલ જોધપુર કોર્ટમાં ચાલી રહી છે. આ વર્ષની શરૂઆતમાં આ મામલે સુનાવણી થતા  તેના સાથી સૈફ અલી ખાન, સોનાલી બેંદ્રે, તબુ અને નીલમ કોઠારીને જોધપુરની  કોર્ટ દ્વારા ક્લીન ચિટ આપી દેવામાં આવી હતી અને જયારે સલમાનને 5 વર્ષની સજા ફટકારવામાં આવી હતી. […]

Uncategorized

જોધપુર

સુપરસ્ટાર સલમાન ખાન કાળીયાર  શિકાર કેસમાં ફસાયેલો છે અને સતત મામલાની સુનાવણી હાલ જોધપુર કોર્ટમાં ચાલી રહી છે. આ વર્ષની શરૂઆતમાં આ મામલે સુનાવણી થતા  તેના સાથી સૈફ અલી ખાન, સોનાલી બેંદ્રે, તબુ અને નીલમ કોઠારીને જોધપુરની  કોર્ટ દ્વારા ક્લીન ચિટ આપી દેવામાં આવી હતી અને જયારે સલમાનને 5 વર્ષની સજા ફટકારવામાં આવી હતી.

પરંતુ એએનઆઈના ટ્વીટ પ્રમાણે પ્રદેશ સરકાર રાજસ્થાન હાઈકોર્ટ કાળીયાર  શિકાર મામલાને લઈને સેફ અલી ખાન, સોનાલી બેંદ્રે, તબુ અને નીલમ કોઠારી વિરુદ્ધ અપીલ કરવાની તૈયારી કરી રહ્યું છે.

નજીકના સુત્રોના જણાવ્યા પ્રમાણે કાળીયાર શિકારના મામલામાં ક્લિન ચીટ મેળવનારા આ બોલીવુડન કલાકારો પર એકવાર ફરીથી  મુશ્કેલીનો ખતરો મંડરાઈ રહ્યો છે.

તમને જણાવી દઈએ કે કાળા હરણ મામલો સપ્ટેમ્બર અને  ઓક્ટોબર 1998માં જોધપુરમાં થયો હતો, ‘હમ સાથ સાથ હૈ’ ફિલ્મના શુટિંગ વખતેઆ સલમાન ખાન સહિત બીજા સ્ટાર્સ સાથી પર કાળા હરણના શિકારનો આરોપ લાગ્યો હતો. જે સમય કાળીયાર પર ગોળી ચલાવવામાં આવી તે સમય ગ્રામીણોન ગોળીનો અવાજ સાંભળતા જ તે લોકો દોડી આવ્યા હતાં.

સલમાન ખાન તે સમયે જીપ ચલાવી રહ્યો હતો અને ગામના લોકોને જોઇને સલમાન ખાન શિકાર બનેલા મરેલા કાળા હરણને ત્યાં જ મુકીને જતાં રહ્યા હતા. આ કેસમાં બે બીજા આરોપી પણ છે. હરણના શિકાર વખતે દુષ્યંત સિંહ સલમાન ખાન સાથે હોવાનું માનવામાં આવી રહ્યું છે. જયારે દિનેશ સિંહ વિશે એવું કહેવામાં આવી રહ્યું છે કે તે સલમાન ખાનના સહાયક હતા. બીન્નોઈ કમ્યુનીટીના લોકો કાળા હરણને એક લુપ્ત થઈ રહેલી પ્રજાતિ ગણે છે આ લુપ્ત થઈ રહેલી પ્રજાતિને બચાવવા માટે તેઓ ચિંતામાં રહે છે. એટલા માટે આ સમુદાયના લોકોએ સલમાન ખાનના વિરૂદ્ધમાં કેસ નોંધાવ્યો હતો.