Not Set/ પ્રશાંત કિશોરની રાજકારણમાં એન્ટ્રી, નીતિશ કુમારની હાજરીમાં JDUમાં થયા શામેલ

પટના, છેલ્લા કેટલાક સમયથી ચુટણીના રણનીતિકાર પ્રશાંત કિશોરનું રાજકારણમાં એન્ટ્રી લેવા અંગે અનેક અટકળો સામે આવી રહી હતી, ત્યારે આ તમામ અટકળો પાર પૂર્ણવિરામ મુકાયું છે. રવિવારે પ્રશાંત કિશોરે બુહારના મુખ્યમંત્રી નીતિશ કુમારની પાર્ટી JDU (જનતા દળ યુનાઇટેડ)માં શામેલ થયા છે. Election strategist Prashant Kishor joins JDU in the presence of Bihar Chief Minister Nitish […]

Top Stories India Trending

પટના,

છેલ્લા કેટલાક સમયથી ચુટણીના રણનીતિકાર પ્રશાંત કિશોરનું રાજકારણમાં એન્ટ્રી લેવા અંગે અનેક અટકળો સામે આવી રહી હતી, ત્યારે આ તમામ અટકળો પાર પૂર્ણવિરામ મુકાયું છે. રવિવારે પ્રશાંત કિશોરે બુહારના મુખ્યમંત્રી નીતિશ કુમારની પાર્ટી JDU (જનતા દળ યુનાઇટેડ)માં શામેલ થયા છે.

નીતિશ કુમારે પાર્ટીની મળનારી કાર્યકારિણીની બેઠક પહેલા પ્રશાંત કિશોરને JDUની સભ્યતા અપાવી છે.

૨૦૧૯ લોકસભા ચુટણી પહેલા રાજકારણમાં આવવા અંગે ચાલતી હતી અટકળો

અત્રે ઉલ્લેખનીય છે કે, આ પહેલા ૨૦૧૯માં યોજાનારી લોકસભાની ચુટણી પહેલા રાજનૈતિક તૈયારીઓને લઈ પાર્ટીની કાર્યકારિણીની બેઠક બેઠક થવાની છે. જેમાં પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને રાજ્યના મુખ્યમંત્રી નીતિશ કુમારની હાજરીમાં પ્રશાંત કિશોરના JDUમાં શામેલ થવા અંગેની અટકળો ચાલી રહી હતી.

આ પહેલા રાજકારણમાં પોતાની એન્ટ્રીને નકારી ચુક્યા છે કિશોર

જો કે કેટલાક દિવસો અગાઉ પ્રશાંત કિશોરે રાજકારણમાં પોતાની એન્ટ્રીને લઇ ચાલતી અટકળોને ફગાવતા કહ્યું હતું કે, હાલમાં એવો કોઈ ઈરાદો નથી. પરંતુ તેઓએ એ પણ કહ્યું હતું કે, ૨૦૧૯માં કોઈ પણ પાર્ટી માટે એ પ્રકારે પ્રચાર કતા નજરે નહિ આવે જે રીતે છેલ્લા ૪ કે ૫ વર્ષ દરમિયાન કરતા આવ્યા છે.

૨૦૧૪ની ચુંટણીમાં આવ્યા હતા ચર્ચામાં

મહત્વનું છે કે, પ્રશાંત કિશોર એ સમયે ચર્ચામાં આવ્યા હતા જયારે ૨૦૧૪ની લોકસભા ચુંટણીમાં ભાજપના પ્રચાર ને તેઓએ “મોદી લહેર”માં તબદીલ કરી હતી.

ત્યારબાદ તેઓ  તેઓ ૨૦૧૫માં મહાગઠબંધન અને ૨૦૧૭માં ઉત્તરપ્રદેશ અને પંજાબ વિધાનસભા ચુટણીમાં કોંગ્રેસ માટે કામ કરી ચુક્યા છે.