Not Set/ કેવડિયા કોલોની ખાતે યોજાશે DG લેવલની બેઠક, રાજનાથ સિંહ રહેશે હાજર

આગામી દિવસોમાં DG લેવલની રાષ્ટ્રીય સુરક્ષા બેઠક નર્મદાના કેવડિયા કોલોની ખાતે યોજાશે. આ બેઠકમાં ગૃહમંત્રી રાજનાથ સિંહ પણ હાજરી આપી શકે છે. દિલ્હી ખાતે યોજાતી DG લેવલની રાષ્ટ્રીય સુરક્ષા બેઠક ગુજરાતના કેવડિયા ખાતે આવેલા સર્કિટ હાઉસમાં મળવાની શક્યતાઓ દેખાઈ રહી છે. સુરક્ષા દળો દ્વારા આ બેઠકને લઈને સરદાર સરોવર તરફ સુરક્ષા વ્યવસ્થા સઘન કરી લેવામાં […]

Top Stories Gujarat

આગામી દિવસોમાં DG લેવલની રાષ્ટ્રીય સુરક્ષા બેઠક નર્મદાના કેવડિયા કોલોની ખાતે યોજાશે. આ બેઠકમાં ગૃહમંત્રી રાજનાથ સિંહ પણ હાજરી આપી શકે છે.

દિલ્હી ખાતે યોજાતી DG લેવલની રાષ્ટ્રીય સુરક્ષા બેઠક ગુજરાતના કેવડિયા ખાતે આવેલા સર્કિટ હાઉસમાં મળવાની શક્યતાઓ દેખાઈ રહી છે. સુરક્ષા દળો દ્વારા આ બેઠકને લઈને સરદાર સરોવર તરફ સુરક્ષા વ્યવસ્થા સઘન કરી લેવામાં આવી છે.

તારીખ 19 સપ્ટેમ્બરે ગૃહમંત્રી રાજનાથ સિંહ કેવડિયા કોલોની પહોંચે એવી શક્યતાઓ છે. ઉપરાંત 31 ઓક્ટોબરને લઈને પણ નર્મદા બંધ વિસ્તારની સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવામાં આવી છે.

જણાવી દઈએ કે, ત્રણ વર્ષ પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં DG લેવેલની રાષ્ટ્રીય સુરક્ષા બેઠક ગુજરાતના કચ્છ ખાતે મળી હતી. જેમાં ત્રણ દિવસ સુધી પ્રધાનમંત્રી સહીત વિવિધ રાજ્યોના અધિકારીઓએ કચ્છ ખાતે મંથન કર્યું હતું.