Not Set/ વિસામો : અહીં પોલીસ પ્રેમ પૂર્વક પીરસે છે જમણ

તસ્વીરમાં દેખાતો આ કોઇ સામાન્ય વિસામો નથી પણ હાથમાં દંડો લઇને પ્રજા પર ઉગામતી પોલીસ જ અહી હાથમાં જમણ લઇને થાળીમાં પ્રેમ થી પીરસી રહી છે. પોલીસ કર્મીઓ થી લઇને અધીકારીઓ પણ અંબાજી પદયાત્રીઓ ની સેવામાં લાગી ગયા છે. સાબરકાંઠા પોલીસે પોલીસ હેડક્વાર્ટરમાં જ વિસામો કર્યો છે. અને જેમાં પોલીસ કર્મીઓ અને અધીકારીઓ અહી સવારે ચા […]

Top Stories Gujarat

તસ્વીરમાં દેખાતો આ કોઇ સામાન્ય વિસામો નથી પણ હાથમાં દંડો લઇને પ્રજા પર ઉગામતી પોલીસ જ અહી હાથમાં જમણ લઇને થાળીમાં પ્રેમ થી પીરસી રહી છે. પોલીસ કર્મીઓ થી લઇને અધીકારીઓ પણ અંબાજી પદયાત્રીઓ ની સેવામાં લાગી ગયા છે.

સાબરકાંઠા પોલીસે પોલીસ હેડક્વાર્ટરમાં જ વિસામો કર્યો છે. અને જેમાં પોલીસ કર્મીઓ અને અધીકારીઓ અહી સવારે ચા નાસ્તા થી લઇને ને દીવસ થી લઇને મોડી રાત્રી સુધી જમણવાર કરાવે છે. તો રહેવા અને રાત્રી દરમ્યાન સુવા થી લઇને તમામ સેવાઓ પોલીસ તરફ થી પુરી પાડવામાં આવે છે, તો પોલીસ પદયાત્રીઓ ને દવાઓ પણ પુરી પાડે છે.

પોલીસ અને સામાન્ય લોકો વચ્ચે આમ તો કેવો સંબંધ અને કેવી નજર છે, એ તો કહેવાની જરૂર જ નથી પણ ખાખી વર્ધીની પોલીસ અહી પોલીસ સ્ટેશનના કામ સીવાયના સમયે હાથમાં સેવાના સાધનો લઇને અહી સેવામાં લાગી જાય છે. માત્ર કોન્સટેબલો જ નહી પણ પોલીસ ઇન્સપેક્ટરો અને પીએસઆઇથી લઇને ડીએસપી સુધીના તમામ પણ અહી પ્રેમ પુર્વક જ આગ્રહ થી પદયાત્રીકોને જમાડતાં હોય છે.

તો તેમને ખુરસી અને આરામના સાધનો અને જગ્યા પુરી પાડે છે. તો પદયાત્રીઓને જોઇતી તમામ જરૂરીયાતો પણ પુરી પાડે છે. પોલીસે સુરક્ષા સેતુ હેઠળ શરૂ કરેલો આ સેવા કેમ્પ આમ તો પોલીસની સીક્કાની બીજી બાજુ જેવો છે. પોલીસને અંબાજી મેળા લક્ષી સમજ અને સુચન પદયાત્રીઓને સાવચેતીના આપવાનુ કામ પણ અહી જ એક જ સ્થળે પુરુ થઇ જાય છે. અને પોલીસ કર્મીઓ પણ હોંશે હોંશે સેવામાં લાગીને પદયાત્રીઓની સેવા કરે છે.