Not Set/ ઉત્તરપ્રદેશમાં ૪૮ ટકા લોકોએ પીએમ તરીકે નરેન્દ્ર મોદીને ગણાવ્યા પોતાની પસંદ, સર્વેમાં થયો ખુલાસો

નવી દિલ્હી, ૨૦૧૪માં લોકસભાની ચૂંટણી જીત્યા બાદ હજી પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા ઉત્તર પ્રદેશમાં યથાવત છે. ઇન્ડિયા ટુડે ગ્રુપ અને એક્સિસ માય ઇન્ડિયા દ્વારા કરાયેલા પોલિટીકલ સ્ટોક એક્ષચેન્જ સર્વે અનુસાર, ઉત્તરપ્રદેશ રાજ્યમાં મોદીને વડાપ્રધાન તરીકે ૪૮ ટકા લોકો પસંદ કરે છે અને ૨૦૧૯માં આગામી વડાપ્રધાન તરીકે પણ જોવા માગે છે. ૫૦ ટકા લોકોએ મોદીને […]

India Trending

નવી દિલ્હી,

૨૦૧૪માં લોકસભાની ચૂંટણી જીત્યા બાદ હજી પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા ઉત્તર પ્રદેશમાં યથાવત છે. ઇન્ડિયા ટુડે ગ્રુપ અને એક્સિસ માય ઇન્ડિયા દ્વારા કરાયેલા પોલિટીકલ સ્ટોક એક્ષચેન્જ સર્વે અનુસાર, ઉત્તરપ્રદેશ રાજ્યમાં મોદીને વડાપ્રધાન તરીકે ૪૮ ટકા લોકો પસંદ કરે છે અને ૨૦૧૯માં આગામી વડાપ્રધાન તરીકે પણ જોવા માગે છે.

૫૦ ટકા લોકોએ મોદીને વડાપ્રધાન તરીકે ગણાવ્યા અસફળ

national- Uttar Pradesh 48 people voted Narendra Modi PM choie survey revealed

મહત્વની વાત એ છે કે, ઉત્તર પ્રદેશમાં પોતાની સંસદીય બેઠક હોવા છતા નરેન્દ્ર મોદી વડાપ્રધાન તરીકેની પસંદગી રૂપે પીએસઈ સર્વેમાં ૫૦ ટકા સમર્થન મેળવવામાં અસફળ રહ્યા છે. જયારે મધ્ય પ્રદેશમાં આગામી વડાપ્રધાન તરીકે તેઓને ૫૬ ટકા લોકોનું સમર્થન મળ્યું હતું.

બનારસ પીએમ મોદીનો સંસદીય મત વિસ્તાર છે. આગામી પ્રધાનમંત્રી તરીકે વડાપ્રધાન મોદીને મધ્ય પ્રદેશમાં ૫૬ ટકા, છત્તીસગઢમાં ૫૯ ટકા, રાજસ્થાનમાં ૫૭ અને કર્ણાટકમાં ૫૫ ટકા મત મળ્યા હતા. અત્યાર સુધીમાં ૭ રાજ્યોમાંથી સર્વેના પરિણામ આવી ચૂકયા છે.

ઇન્ડિયા ટુડે ગ્રુપ અને એક્સિસ માય ઇન્ડિયાનો પીએસઈ સર્વે ઉત્તર પ્રદેશના ૮૦ સંસદીય મત વિસ્તારમાં ટેલીફોનીક ઈન્ટરવ્યુ ઉપર આધારીત છે. ઉત્તર પ્રદેશ માટે સર્વેમાં કુલ ૩૦,૪૦૦ લોકોએ ભાગ લીધો હતો.

રાહુલ ગાંધી પ્રધાનમંત્રી તરીકે છે ૨૨ ટકા લોકોની પસંદ

national- Uttar Pradesh 48 people voted Narendra Modi PM choie survey revealed

આ સર્વે ૧૫ સપ્ટેમ્બરથી ૧૯ સપ્ટેમ્બર દરમિયાન કરાયો હતો. આ સર્વેમાં પીએમ મોદી સિવાય કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીને ઉત્તર પ્રદેશની જનતાએ આગામી પ્રધાન મંત્રી માટે ૨૨ ટકા મત આપ્યા છે, જ્યારે રાજ્યના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવને ૭ ટકા અને માયાવતીને ૯ ટકા મત મળ્યા છે.

રાજ્યમાં મોદી સરકારની કામગીરી બાબતે કરાયેલ સર્વેમાં ૫૧ ટકા લોકોને સંતોષ છે પણ ૧૬ ટકા લોકોએ તેની કામગીરીને ઠીક ઠીક જણાવી છે, જ્યારે ૨૮ ટકા લોકોને અસંતોષ છે.

ઉત્તર પ્રદેશના આવતા મુખ્ય પ્રધાન તરીકે ૪૩ ટકા લોકોએ યોગી આદિત્યનાથને, ૨૯ ટકા લોકોએ અખિલેશ યાદવને, જ્યારે ૧૮ ટકા લોકોએ માયાવતીને સાથ આપ્યો છે.

યોગી સરકારની કામગીરીથી ૪૧ ટકા લોકો અસંતુષ્ઠ

national- Uttar Pradesh 48 people voted Narendra Modi PM choie survey revealed

ઉત્તર પ્રદેશમાં યોગી સરકારની કામગીરીથી ૪૧ ટકા લોકો અસંતુષ્ઠ છે. ૨૦ ટકા લોકો ઠીક ઠીક ગણે છે જ્યારે ૩૭ ટકા લોકો નારાજ છે. રાજ્યમાં સપા-બસપા ગઠબંધનથી ભાજપાને થનાર નુકશાન બાબતે કરાવાયેલ સર્વેમાં ૪૭ ટકા લોકો માને છે કે, ભાજપા પર આની અસર પડશે, જ્યારે ૩૨ ટકા લોકોને એવુ નથી લાગતુ અને બાકીના ૨૧ ટકા લોકોને ખબર નથી.

કોંગ્રેસ અને તેના પ્રમુખ રાહુલ ગાંધી રાફેલ સોદાના મામલે સતત કેન્દ્ર સરકારને ઘેરવાના પ્રયત્નો કરે છે પણ સર્વેમાં ૭૯ ટકા લોકોને આ બાબતની જાણકારી જ નથી. જે મતદારોને રાફેલ સોદા વિશે જાણકારી છે તેમાંથી ૮૨ ટકા લોકોને કહેવુ છે કે કેન્દ્ર સરકારે આ માહિતી જાહેર ન કરવી જોઈએ.