Not Set/ સારા અલી ખાને ફરી ફોટોગ્રાફરને ખખડાવી નાખ્યો, વીડીયો વાયરલ

મુંબઈ બોલિવૂડ એક્ટ્રેસ સારા અલી ખાન જલ્દી ફિલ્મ ‘કેદારનાથ’માંજોવા મળશે. કોઇ પણ અન્ય સ્ટાર કિડની જેમ જ સૈફ અલી ખાનની દીકરી ફોટોગ્રાફરના વચ્ચે પોપુલર છે. સામાન્ય રીતે ક્યારે પણ સારા જલ્દી ગુસ્સે થતી નથી. પરંતુ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલ એક વીડીયોમાં તે એક ફોટોગ્રાફર પર ખરાબ રીતે ગુસ્સો કરતા જોવા મળી રહી છે. […]

Trending Entertainment Videos

મુંબઈ

બોલિવૂડ એક્ટ્રેસ સારા અલી ખાન જલ્દી ફિલ્મ ‘કેદારનાથ’માંજોવા મળશે. કોઇ પણ અન્ય સ્ટાર કિડની જેમ જ સૈફ અલી ખાનની દીકરી ફોટોગ્રાફરના વચ્ચે પોપુલર છે. સામાન્ય રીતે ક્યારે પણ સારા જલ્દી ગુસ્સે થતી નથી. પરંતુ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલ એક વીડીયોમાં તે એક ફોટોગ્રાફર પર ખરાબ રીતે ગુસ્સો કરતા જોવા મળી રહી છે.

https://www.instagram.com/p/Bn9HUDnHRyg/?utm_source=ig_embed

જો કે પછી સારાએ તેના આ વર્તન માટે માફી પણ માંગી હતી. આવુ પહેલી વાર નથી થયું કે સારા અલી ખાન ફોટોગ્રાફર પર ભડકી હોય. આ પહેલા પણ એક મંદિરની બહાર ફોટોગ્રાફરને હેરાન કરવા પર ખરી-ખોટી સંભળાવી હતી. આ વિડીયોમાં સારા એવુ કહેતા જોવા મળી રહી છે કે “પ્લીઝ બંધ કરો આ? પ્લીઝ બંધ કરો. ભાઈ હું કહી રહી છું બંધ કરો. આ મંદિર છે આવુ નથી કરો.”

https://www.instagram.com/p/Bm6TCBah_n2/?utm_source=ig_embed&utm_campaign=embed_loading_state_control

સારા તેની ડેબ્યુ ફિલ્મ ‘કેદારનાથ’ પછી રણવીર સિંહ ની ફિલ્મ ‘સિમ્બા’માં નજરે પડશે. ‘સિમ્બા’માં કામ કરવા પર સારાને વિવાદોનો સામનો કરવો પડ્યો હતો. જાણવામાં મળી રહ્યું હતું કે સારાએ ‘કેદારનાથ’નું શુટિંગ પૂર્ણ કર્યા વગર ‘સિમ્બા’માં કામ કરવાનું શરુ કર્યું હતું. ‘કેદારનાથ’ સતત વિવાદોમાં આવ્યા પછી હવે આ ફિલ્મ 30 નવેમ્બરના રોજ રિલીઝ  કરવામાં આવી રહી છે.