મુંબઈ
શાહિદ કપૂર અને શ્રદ્ધા કપૂરની ફિલ્મ “બત્તી ગુલ મીટર ચાલુ”નું ટ્રેલરને શુક્રવારે રિલીઝ કરવામાં આવ્યું છે. એક્ટર શાહિદએ તેના ટ્વિટર પર પણ આ ટ્રેલરનો વીડીયો શેર કર્યો છે. ટ્રેલર વીડીયોને ટીસીરીજ YouTube ચેનલ પર અપલોડ કરવામાં આવ્યું છે. શાહિદ કપૂર અને શ્રદ્ધા કપૂર ઉપરાંત, યામી ગૌતમ કે જે વકીલની ભૂમિકા ભજવી રહ્યા છે.
આપને જણાવી દઈએ કે, ફિલ્મની સ્ટોરી ઉત્તરાખંડના એક નાના નગર પર બનાવવામાં આવી છે અને દિગ્દર્શક શ્રી નારાયણ સિંહે મજાકિયા અંદાજમાં એક ગંભીર મુદ્દો ઉઠાવવાનો પ્રયત્ન કર્યો છે. ફીલ્મની વાર્તા વીજળી ડિપાર્ટમેન્ટ દ્વારા મોકલવામાં આવેલા ખોટા બિલ્સ વિશે છે. ફિલ્મમાં શાહિદ આ બાબત સામે અવાજ ઉઠાવે છે. શાહીદ કપૂર કે જે વકીલ છે અને શહીદ કપૂર ત્યારે બળવાખોર બની જાય છે જયારે સરકારના દબાણના કારણે તેનો મિત્ર (દિવ્યેંદૂ શર્મા) આત્મહત્યા કરી લે છે.
Ab hogi Batti Gul toh hogi masti chaalu!! Here’s the #BattiGulMeterChaluTrailer! https://t.co/Yjv2W3R0Gg @ShraddhaKapoor @divyenndu @yamigautam @TSeries @bgmcfilm #BhushanKumar @ShreeNSingh @KuttiKalam #VirenderArora
— Shahid Kapoor (@shahidkapoor) August 10, 2018
વાસ્તવમાં, વીજ વિભાગએ દિવ્યેંદૂને 1.5 લાખ રૂપિયાનું બીલ મોકલ્યું દે છે. જયારે તેઓ આ બાબતે વીજળી ડિપાર્ટમેન્ટમાં ફરિયાદ કરે છે, ત્યારે તેનું કોઈ જ નાથ સાંભળતું. તેને કહેવામાં આવે છે કે જો તેઓ વીજળી બિલ ચુકવશે નથી, તો તેમને પોલીસ કસ્ટડીમાં લઈ જઈ શકાય છે.
જુઓ વીડીયો..
