Movie Masala/ એક્ટર ધર્મેન્દ્ર નવી ફિલ્મમાં કામ કરવા તૈયાર છે, પ્રોજેક્ટના નામ વિશે આ કહ્યું

બોલિવૂડના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્ર તેમના સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. જ્યાં તે પોતાની પર્સનલ લાઈફથી લઈને પ્રોફેશનલ લાઈફ સુધીની દરેક વાત પોતાના ફેન્સ સાથે શેર કરતા રહે છે.

Trending Entertainment
ધર્મેન્દ્ર

બોલિવૂડના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્ર તેમના સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. જ્યાં તે પોતાની પર્સનલ લાઈફથી લઈને પ્રોફેશનલ લાઈફ સુધીની દરેક વાત પોતાના ફેન્સ સાથે શેર કરતા રહે છે. તાજેતરમાં અભિનેતાએ તેમના નવા પ્રોજેક્ટની જાહેરાત કરી છે. જોકે, તેમણે હજુ સુધી નવી ફિલ્મનું નામ જાહેર કર્યું નથી. અભિનેતાએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાની એક તસવીર શેર કરી છે.

જેમાં તે સફેદ શર્ટ અને બ્લેક પેન્ટ પહેરેલા જોવા મળે છે. ધર્મેન્દ્રએ પણ શર્ટની ઉપર વાદળી રંગનું બ્લેઝર પહેર્યું છે. તસવીરમાં તે ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા છે. તસવીર શેર કરતાં તેમણે કેપ્શનમાં લખ્યું, “વો ભી કિયા થા, યે ભી કરુંગા.” દીવાનગી હૈ મેરી મેં કુછ ભી કર લુંગા મગર નામ ફિલ ક અભી નહીં બોલૂંગા. લવ યૂ ઓલ જીતે રહો…” અભિનેતાના નવા પ્રોજેક્ટને જાણવા માટે ફેન્સ ખૂબ જ ઉત્સાહિત છે.

 

View this post on Instagram

 

A post shared by Dharmendra Deol (@aapkadharam)

જણાવી દઈએ કે એક્ટર ધર્મેન્દ્રએ તાજેતરમાં જ OTT ડેબ્યૂ કર્યું છે. તેમની વેબ સિરીઝ ‘તાજઃ ડિવાઈડ બાય બ્લડ’ OTT પ્લેટફોર્મ G5 પર રિલીઝ થઈ છે. આ વેબ સિરીઝની વાર્તા મુઘલ શાસનકાળ પર આધારિત છે. જેમાં એક્ટર શેખ સલીમ ચિશ્તીના રોલમાં જોવા મળે છે. ધર્મેન્દ્ર ટૂંક સમયમાં કરણ જોહરની ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’માં જોવા મળશે. આ ફિલ્મમાં તેમના સિવાય આલિયા ભટ્ટ, રણવીર સિંહ, જયા બચ્ચન અને શબાના આઝમી પણ મહત્વના રોલમાં જોવા મળશે. આ ફિલ્મ 28 જુલાઈ, 2023ના રોજ સિનેમાઘરોમાં આવશે.

આ પણ વાંચો:સતીશ કૌશિકના બાદ સલમાન ખાન સાથે કામ કરનાર આ અભિનેતાનું નિધન

આ પણ વાંચો: યુટ્યુબર જોરાવર સિંહ કલસીએ ચાલુ ગાડીની ડિકીમાંથી નોટ ઉડાવી પડી ભારે, થઇ આ કાર્યવાહી

આ પણ વાંચો:ઓસ્કાર વિજેતાને એક પણ રૂપિયો નથી મળતો, છતાં સિનેમા જગતનો સૌથી મોટો એવોર્ડ કેમ?

આ પણ વાંચો:ઓસ્કર 2023માં જુનિયર એનટીઆરનો લૂક છવાયો