Not Set/ સુરત : મિત્રએ જ કરી મિત્રની હત્યા, કારણ જાણીને આપ પણ ચોંકી જશો

સુરતના કોસંબા નજીક કીમ નદીમાંથી ગુરુવારની સવારે 21 વર્ષીય યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસ તપાસમાં મૃતકની ઓળખ નયનગીરી ગોસ્વામી તરીકે થઇ હતી. જોકે કોસંબા પોલીસે 24 કલાકમાં યુવકની હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો હતો. આરોપી બીજો કોઈ નહી પણ મૃતકનો મિત્ર નીકળ્યો અને હત્યાનું કારણ જે બહાર આવ્યું એ સાંભળી પોલીસ પણ ચોંકી ગઈ હતી. […]

Top Stories Gujarat

સુરતના કોસંબા નજીક કીમ નદીમાંથી ગુરુવારની સવારે 21 વર્ષીય યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસ તપાસમાં મૃતકની ઓળખ નયનગીરી ગોસ્વામી તરીકે થઇ હતી. જોકે કોસંબા પોલીસે 24 કલાકમાં યુવકની હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો હતો. આરોપી બીજો કોઈ નહી પણ મૃતકનો મિત્ર નીકળ્યો અને હત્યાનું કારણ જે બહાર આવ્યું એ સાંભળી પોલીસ પણ ચોંકી ગઈ હતી.

પોલીસે મોબાઇલ લોકેશનના આધારે તપાસ હાથ ધરી હતી. જેમાં મૃતકનો મિત્ર મોનાકની તપાસ કરતા તેણે જણાવ્યું કે મૃતક નયનગીરી ગોસ્વામી તેની બહેનોનો વિડીયો મોર્ફીંગ કરી અશ્લીલ બનાવ્યો હતો. અને આરોપી મિત્ર મોનાકને બ્લેકમેલ કરી રૂપિયા ઓકાવતો હતો.

અત્યાર સુધીમાં ત્રણ વાર 3 હજાર રૂપિયા પડાવ્યા હતા. અને રૂપિયાની વારંવાર માંગ કરતા આરોપી મોનાક કંટાળી ગયો હતો. હત્યાના દિવસે બન્ને એક જ બાઈક પર કોસંબા કીમ નદી કિનારે ગયા હતા. જ્યાં મૃતકે ચપ્પુ બતાવી આરોપી મિત્ર પાસે રૂપિયા માંગી વિડીયો વાયરલ કરી દેવાની ધમકી આપી હતી. આથી બન્ને વચ્ચે ઝગડો થયો હતો. ગુસ્સામાં મોનાકે મૃતકના હાથમાંથી ચપ્પુ ઝુટવી લઈ 13 જેટલા ઘા મારી મિત્રની લાશને કીમ નદીમાં નાખી ફરાર થઇ ગયો હતો.

આરોપી મોનાક, હત્યા કરી મૃતકની બાઈક મુળદ ગામની હદમાં મૂકી ઘરે આવી ગયો હતો, અને ગુસ્સામાં બ્લેકમેલ કરી રહેલા મિત્રની હત્યા બાદ આખી રાત સુઈ નહતો શક્યો. પરંતુ કહેવાય છે ને કે ખોટા કામનો અંજામ પણ ખોટો આવે છે. બસ, આરોપી મોનાક, હત્યા કરવા માંગતો નહતો. પરંતુ મૃતક આરોપીની બેન ના ફોટા અંને વિડીયો મોર્ફીંગ કરી બ્લેકમેલ કરી રૂપિયા માંગી રહ્યો હતો.

જેથી બે આશાસ્પદ યુવાનોએ એકે જીવ ગુમાવ્યો અને બીજાએ જેલ જવાનો વારો આવ્યો છે ત્યારે સમાજમાં આવા કિસ્સા લાલબતી સમાન છે. મિત્ર એવો બનાવવો કે દુઃખમાં કામ લાગે નહીકે બ્લેકમેલ કરે. બ્લેકમેલની સજામાં નયનગિરીને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. હાલ તો કોસંબા પોલીસ ઝીણવટ ભરી તપાસ કરી રહી છે. હત્યામાં વપરાયેલ બાઈક અને ચપ્પુ કબજે કરી અન્ય કોઈ મદદગારીમાં છે કે કેમ તે દિશામાં તપાસ કરી રહી છે.