ઓડીશામાં ડેઇ વાવાઝોડાનો પ્રકોપ ચાલુ જ છે. ઉપરાંત એની અસર દેશનાં બીજા ભાગોમાં પણ જોવા મળી રહી છે. મોસમ વિભાગે દેશનાં ઘણા રાજ્યોમાં આવતા એક કે બે દિવસમાં ભારે વરસાદની ચેતવણી આપી છે. શુક્રવારે શિમલાથી લઈને હૈદરાબાદ સુધી ખુબ વરસાદ પડ્યો હતો.
ઓડીશામાં ડેઇ વાવાઝોડાને કારણે મલકાનગિરી જીલ્લો સૌથી વધુ ખરાબ રીતે અસરગ્રસ્ત થયો છે. જીલ્લાનો સંપર્ક બીજા જીલ્લા સાથે તૂટી ગયો છે. ઘણાં વિસ્તારોમાં લોકો ફસાઈ ગયા છે.

મોસમ વિભાગે 23 સપ્ટેમ્બરે હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, જમ્મુ કશ્મીર, હરિયાણા, ચંડીગઢ, દિલ્લી, પશ્ચિમી ઉત્તર પ્રદેશ, પૂર્વીય રાજસ્થાન સહીત ઘણાં વિસ્તારમાં ભારે વરસાદની આગાહી જાહેર કરી છે અને લોકોને સાવધાન રહેવા માટે કહેવામાં આવ્યું છે.
મોસમ વિભાગ અનુસાર શનિવારે ઓડીશા, તેલંગણા, ઝારખંડ, છત્તીસગઢ, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટકમાં ભારે વરસાદ થઇ શકે છે. 23 અને 24 સપ્ટેમ્બરે મોસમ વિભાગે હિમાચલમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. ભૂસ્ખલન સાથે નદીનું જળસ્તર વધવાની આશંકા છે.
રાજધાની દિલ્લીમાં શનિવારે સવારે માહોલ સરસ હતો પરંતુ શુક્રવારે રાત્રે દિલ્લીના ઘણાં વિસ્તારોમાં ખુબ વરસાદ વરસ્યો હતો.
