મુંબઈ
તમિલનાડુની પૂર્વ મુખ્યમંત્રી જે જયલલિતા પર આધારિત ફિલ્મ ‘આયરન લેડી’ બનાવવામાં આવી રહી છે. આ ફિલ્મનું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે. આ મુવીમાં મુખ્ય ભૂમિકા નિત્યા મેનન ભજવી રહી છે.

ફિલ્મના દિગ્દર્શક પ્રિયદર્શિનીએ કહ્યું કે ‘મે નાનપણથી અમ્માને આગળ બધતા જોયા છે. અમ્મા એક પ્રતિષ્ઠિત અને પ્રેરણાત્મક મહિલા રહ્યા છે. તેમના પર ફિલ્મ બનાવવાની પ્રેરણા તેમના અમ્માના જીવન પરથી જ મળી છે. હજુ સુધી તમિલ ફિલ્મકર્મીઓએ આને અંતિમ રૂપ આપ્યું નથી.
Extremely happy and excited to launch the Title poster of #Jayalalithaabiopic #THEIRONLADY I wish @priyadhaarshini and team for a grand success.. pic.twitter.com/4c87Xxks74
— A.R.Murugadoss (@ARMurugadoss) September 20, 2018
પ્રિયદર્શિની ઈચ્છતી હતી કે આ ફિલ્મનું શુટિંગ આગામી વર્ષ જયલલિતાના જન્મદિવસના પહેલા શરુ કરવામાં આવે. ફિલ્મનું શુટિંગ 24 ફેબ્રુઆરી 2019થી શરુ કરવામાં આવી શકે છે.

મુરુગદાસે પોસ્ટર શેર કરતા તેમના ટ્વીટમાં લખ્યું છે કે ‘હું ફિલ્મનું ટાઈટલ પોસ્ટર લોન્ચ કરતા ખુબ જ ખુશ અને ઉત્સાહિત છું. પ્રિયદર્શિની અને ટીમને સફળતા માટે શુભેચ્છા’ પ્રિયદર્શિનીનું કહેવું છે કે આ એક મોટો પ્રોજેક્ટ છે અને ફિલ્મ પર તેઓ રીચર્સ કરી રહ્યા છે. આ ફિલ્માં જયલલિતાના એક્ટ્રેસના જીવનથી લઈને અંતિમ સમય સુધી બતાવવામાં આવશે.
