સલમાન ખાન (salman khan )અને કેટરિના કૈફ (katrina kaif)ટૂંક સમયમાં જ તેમની ફિલ્મ ટાઇગર 3 (tiger 3) માટે કામ શરૂ કરવા જઇ રહ્યા છે અને આ દરમિયાન આ ફિલ્મ અંગે મોટા સમાચાર આવ્યા છે. ઈમરાન હાશ્મી તેની રોમેન્ટિક સ્ટાઇલથી તમામને દિવાના બનાવશે, લોકોને પ્રભાવિત કરવા માટે આ ફિલ્મમાં વિલનની ભૂમિકા ભજવતો જોવા મળશે. આ ફિલ્મનું શૂટિંગ માર્ચથી શરૂ થશે.

ફિલ્મના નિર્માતા યશરાજ ફિલ્મ્સને નકારાત્મક ભૂમિકા માટે એક નવો ચહેરો જોઈતો હતો જેમ કે તેણે ‘ટાઇગર ઝિંદા હૈ’માં પણ એવું કર્યું હતું. આ ફિલ્મમાં સજ્જાદ ડેલાફુઝે નકારાત્મક ભૂમિકા ભજવી હતી.
23 વર્ષની ઉંમરમાં જીત્યો ફેમિના મિસ ઇન્ડિયા 2020નો ખિતાબ, જાણો કોણ છે માનસા વારાણસી?
ઇ-ટાઇમ્સના અહેવાલ મુજબ, યશરાજ ફિલ્મ્સે ઇમરાન હાશ્મીને નકારાત્મક ભૂમિકામાં કાસ્ટ કરવાનો વિચારમાં કર્યો અને તે નિર્ણય પર આવ્યા હતા કે તે આ રોલ માટે એકદમ યોગ્ય અભિનેતા છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મની કહાની જ્યાંથી શાહરૂખ ખાનની ‘પઠાણ’ પૂર્ણ થશે ત્યાંથી શરૂ થશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર સલમાન ખાન પણ ‘પઠાણ’ ના અંતે કેટલાક સીન્સમાં જોવા મળશે.

હવે ઇમરાન પણ આ ફિલ્મમાં માર્ચમાં શૂટિંગ શરૂ કરી શકે છે. તેનું પહેલું શિડ્યુલ યશ રાજ ફિલ્મ્સમાં જ શૂટ કરવામાં આવશે જ્યાં તે સલમાન અને કેટરીના સાથે ડેબ્યૂ કરશે. બીજા શૂટિંગનું શિડ્યુલ મધ્ય પૂર્વમાં અને ત્રીજી શિડ્યુલનું શૂટિંગ મુંબઈમાં કરવામાં આવશે.
જ્હાન્વી કપૂરે ચલાવી ઇ-રિક્ષા, ટીમના મેમ્બર્સ બોલ્યા, અમને બચાવો, અમને બચાવો
સલમાન અને કેટરીનાની જોડી ‘યુવરાજ’, ‘પાર્ટનર’, ‘મૈને પ્યાર ક્યોં કિયા’ અને ‘એક થા ટાઇગર’ જેવી ફિલ્મોમાં સફળ રહી છે. આ સાથે રણબીર કપૂર અને કેટરિના કૈફની ફિલ્મ ‘અજબ પ્રેમ કી ગઝબ કહાની’માં પણ સલમાન ખાને ખાસ હાજરી આપી હતી.
