રાજ્યના કેબિનેટ મંત્રી દિલીપ ઠાકોરના પુત્રએ ત્રણ-ત્રણ વખત લગ્ન કરી પુત્રીનો જન્મ થતા પત્નીઓને તરછોડી દેતા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. તેમણે તરછોડી દીધેલ પત્નીએ દિયોદર ખાતે પ્રેસ કોન્ફરન્સ કરી મંત્રી કેબિનેટ દિલીપ ઠાકોરઅને તેમના પુત્ર પર આક્ષેપો કર્યા છે.

તેમજ દિયોદરમાં મંત્રીના કાર્યક્રમનો બહિષ્કાર કરવાની ચીમકી આપી છે. મંત્રી દિલીપકુમાર ઠાકોરના પુત્ર મિતેશના લગ્ન નવ વર્ષ પહેલા દિયોદર તાલુકાના કોતરવાડા ગામના જુમાબેન ઠાકોર સાથે થયેલા હતા.
શરૂઆતના બે વર્ષ સુધી જુમાબેન ને સારી રીતે રાખ્યા બાદ તેઓએ પુત્રીને જન્મ આપતા જ મંત્રી દિલીપજી તેમના પત્ની, પુત્રે શારિરીક તેમજ માનસિક ત્રાસ આપવાનું શરૂ કરી દીધું હતું.

જ્યારે ધાક-ધમકી આપી જુમાબેનને દીકરી સાથે ઘરેથી તરછોડી દેવામાં આવતા તેઓ પોતાના પિતાના ઘરે રહેવા આવી ગયા હતા.
