Not Set/ સિવિલ હોસ્પિટલની શર્મસાર ઘટના,ડોક્ટરનું તબીબ વિદ્યાર્થીની પર દુષ્કર્મ

રાજકોટ, એક તરફ સરકાર દ્વારા મહિલા સુરક્ષાની મોટી-મોટી વાતો કરવામાં આવે છે. બીજીતરફ શહેરની સિવિલ હોસ્પિટલના રેસિડેન્ટ ડોકટરે તબીબ વિદ્યાર્થીની પર જ દુષ્કર્મ કર્યાની ઘટના સામે આવી છે. થોડા વખત પૂર્વે નવી ઓપીડીના સર્જરી વિભાગમાં બનેલી આ ઘટના અંગેના સીસીટીવી ફૂટેજ તેમજ ભોગ બનનાર યુવતિની ફરિયાદ બાદ પણ પોલીસે આ મામલો દબાવવાનો પ્રયાસ કર્યો હતો. […]

Rajkot

રાજકોટ,

એક તરફ સરકાર દ્વારા મહિલા સુરક્ષાની મોટી-મોટી વાતો કરવામાં આવે છે. બીજીતરફ શહેરની સિવિલ હોસ્પિટલના રેસિડેન્ટ ડોકટરે તબીબ વિદ્યાર્થીની પર જ દુષ્કર્મ કર્યાની ઘટના સામે આવી છે.

થોડા વખત પૂર્વે નવી ઓપીડીના સર્જરી વિભાગમાં બનેલી આ ઘટના અંગેના સીસીટીવી ફૂટેજ તેમજ ભોગ બનનાર યુવતિની ફરિયાદ બાદ પણ પોલીસે આ મામલો દબાવવાનો પ્રયાસ કર્યો હતો. જેને લઈને પોલીસની કામગીરી સામે પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે.

સમગ્ર સૌરાષ્ટ્રની સૌથી મોટી રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દુષ્કર્મની ઘટના સામે આવી છે. જેમાં અંદાજે પખવાડિયા પૂર્વે ડો. સચીનસિંઘ નામના રેસિડેન્ટ ડોક્ટરે ઓપીડી બિલ્ડિંગના સર્જરી વિભાગમાં પોસ્ટ ગ્રેજ્યુએશનનો અભ્યાસ કરવાની સાથે-સાથે હોસ્પિટલના સર્જીકલ વોર્ડમાં ફરજ બજાવતી વિદ્યાર્થીની પર દુષ્કર્મ આચર્યું હતું.

ઘટના અંગે ભોગ બનનાર યુવતિએ પ્રથમ કોલેજના ડીનને સેક્સુઅલ હેરેસમેન્ટની જાણ કરી હતી. જેને પગલે ડોક્ટરને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો.આ મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.