મુંબઈ
બોલિવૂડ એક્ટર અજય દેવગણે ઓમ રાઉતની ફિલ્મ ‘તાનાજી: ધ અનસંગ વોરિયર’નું શુટિંગ શરુ કર્યું છે. અજય દેવગણે ટ્વીટર પર એક ફોટો પોસ્ટ કરીને આ માહિતી આપી છે. આ ફિલ્મમાં અજય દેવગણ સૂબેદાર તાનાજી માલુસરેની ભૂમિકા ભજવી રહ્યા છે.
આપને જણાવી દઈએ કે, તાનાજી શિવાજીની સેનાના સેનાપતિ હતા. તાનાજી માલુસરે 17 સદીના મરાઠા સામ્રાજ્યના સ્થાપક હતા. અજય દેવગણે મંગળવારે તેમના ટ્વીટર એકાઉન્ટ પર ફિલ્મનું મૂહર્ત શોટ શેર કર્યું અને જણાવ્યું કે તેમની ફિલ્મનું શુટિંગ શરુ થઇ ચુક્યું છે.
Taanaji Shoot Begins@TaanajiTheFilm pic.twitter.com/8lJnNDEWnA
— Ajay Devgn (@ajaydevgn) September 25, 2018
આ ફિલ્મને ભૂષણ કુમાર દ્રારા પ્રોડ્યુસ કરવામાં આવી રહી છે અને આ મુવી 22 નવેમ્બર, 2019 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ કરવામાં આવશે.
Taanaji releasing 22nd November, 2019. pic.twitter.com/dZ0e8A0Vwb
— TANHAJI: The Unsung Warrior (@TanhajiFilm) September 25, 2018
