Not Set/ બેડમિન્ટન સ્ટાર સાઈના નેહવાલ આ સ્ટાર સાથે ડીસેમ્બરમાં બંધાશે લગ્નના તાંતણે

હૈદરાબાદ આ વર્ષના અંતમાં બેડમિન્ટન સ્ટાર સાઈના નેહવાલ અને પી. કશ્યપ લાંબા રિલેશનશિપ બાદ લગ્નના તાંતણે બંધાઈ જવાના છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે આ લગ્ન ૧૬ ડીસેમ્બરના રોજ થશે અને તેમાં માત્ર નજીકના મહેમાનો એટલે ૧૦૦ જેટલા મેમ્બરને  જ આમંત્રણ આપવામાં આવશે. લગ્નના પાંચ દિવસ બાદ એટલે કે ૨૧ ડીસેમ્બરના રોજ ભવ્ય રીશેપ્સનનું આયોજન કરવામાં આવશે. […]

Top Stories Trending Sports

હૈદરાબાદ

આ વર્ષના અંતમાં બેડમિન્ટન સ્ટાર સાઈના નેહવાલ અને પી. કશ્યપ લાંબા રિલેશનશિપ બાદ લગ્નના તાંતણે બંધાઈ જવાના છે.

Image result for saina nehwal with kashyap

સુત્રોના જણાવ્યા પ્રમાણે આ લગ્ન ૧૬ ડીસેમ્બરના રોજ થશે અને તેમાં માત્ર નજીકના મહેમાનો એટલે ૧૦૦ જેટલા મેમ્બરને  જ આમંત્રણ આપવામાં આવશે.

Image result for saina nehwal with kashyap

Image result for saina nehwal with kashyap

લગ્નના પાંચ દિવસ બાદ એટલે કે ૨૧ ડીસેમ્બરના રોજ ભવ્ય રીશેપ્સનનું આયોજન કરવામાં આવશે.

સાઈના અને કશ્યપ બંનેના પરિવાર હાલ જોર-શોરથી તૈયારી કરી રહ્યા છે. બને પરિવારે લગ્નની તારીખ ફાઈનલ કરી લીધી છે. ૧૬ ડીસેમ્બર માટે તૈયારીઓ ચાલી રહી છે.

Image result for saina nehwal with kashyap

હૈદરાબાદના રહેનારા બંને ખેલાડીઓ છેલ્લા ઘણા સમયથી રિલેશનશિપમાં છે પરંતુ તે ક્યારેય જાહેરમાં આવ્યું નથી. જો કોઈને તેમના વચ્ચે સંબંધ હોવાનું લાગતું હતું તો તે લોકોએ ક્યારેય આ વાતની ના પણ નથી પાડી કે સમર્થન પણ નથી આપ્યું.
 

સાઈના-કશ્યપની જોડી ભારતમાં થઇ રહેલા ખેલાડીઓના લગ્નમાં પોતાનું નામ જોડી દેશે.

લગ્ન કરેલ ખેલાડીઓની યાદીમાં  દીપિકા પલ્લીકલ-દિનેશ કાર્તિક, ઇશાંત શર્મા-પ્રતિમા સિંહ, પહેલવાન ગીતા ફોગટ-પવન ફોગટ અને સાક્ષી મલિક-સત્યવર્તનું નામ શામેલ છે.

પી. કશ્યપે વર્ષ ૨૦૧૪માં કોમનવેલ્થ ગેમમાં  ગોલ્ડ મેડલ જીત્યો હતો. તેઓ હંમેશા કહેતા રહે છે કે સાઈના માત્ર તેમની દોસ્ત છે અને પ્રેક્ટીસ પાર્ટનર છે.

પરંતુ તેમના નજીકના  મિત્રોને ખબર હતી કે તે લોકો એક-બીજાને કેટલા પસંદ કરે છે.

વર્ષ ૨૦૦૫માં જયારે પી. ગોપીચંદ સાથે ટ્રેનીંગ લેવાની શરૂઆત કરી હતી ત્યારે સાઈના અને કશ્યપની મુલાકાત થઇ હતી

સાઈના નેહવાલ  અત્યાર સુધી ૨૦ મોટા ટાઈટલ જીતીને ભારતમાં બેડમિન્ટન સુપરસ્ટાર બની ચુકી છે તો બીજી બાજુ કશ્યપ પણ પુરુષોની સ્પર્ધામાં સારો દેખાવ કરી રહ્યા છે. એક સમયે પી. કશ્યપ આખા વિશ્વમાં ૬ રેન્ક પર હતા. જો કે ઈજા તેમની પ્રગતિમાં અડચણરૂપ બની હતી.

વર્ષ ૨૦૧૪માં સાઈના જયારે વિમલ કુમાર જોડે ટ્રેનીંગ લેવા માટે બેંગ્લોર શિફ્ટ થઇ ગઈ હતી ત્યારે લોકોને લાગ્યું હતું કે કશ્યપ સાથેની રિલેશનશિપ હવે પૂરી થઇ ગઈ છે. પરંતુ થોડા સમયના અંતરે તેઓ એકબીજાને મળવાનું ચાલુ રાખ્યું હતું.

ઉલ્લેખનીય છે કે કશ્યપ સાથે લગ્ન કરવા માટે જ તે હૈદરાબાદ પછી ફરી છે તેવું લાગી રહ્યું છે.