Gandhinagar News: ગાંધીનગરના પાલજ ખાતે આવેલી IIT કેમ્પસની હોસ્પિટલમાં ફરજ બજાવતા કમ્પાઉન્ડર સાઇબર ઠગાઈનો (IIT Gandhinagar Cyber Fraud) ભોગ બન્યા છે. ક્રેડિટ કાર્ડના રિવોર્ડ પોઈન્ટ રિડીમ કરવાના બહાને ઠગોએ તેમને બોગસ લિંક મોકલી હતી. આ લિંક ખોલીને કાર્ડની વિગતો ભરતાં જ તેમના ક્રેડિટ કાર્ડમાંથી રૂ. 1,34,900ની રકમની લેવડદેવડ થઈ હતી. પોતાની સાથે છેતરપિંડી થઈ (Credit Card Fraud Gujarat) હોવાનું સમજાતાં તેમણે કાર્ડ બ્લોક કરાવ્યું હતું. આ મામલે ચિલોડા પોલીસ મથકે ગુનો નોંધાયો છે.
IIT Gandhinagar Cyber Fraud: બેંક કર્મચારીના નામે ફોન આવ્યો
મૂળ રાજસ્થાનના રાજસમંદ જિલ્લાના કોરજ ગામના રહેવાસી 44 વર્ષીય મુકેશ ભેરૂલાલ શર્મા IIT કેમ્પસના મેડિકલ વિભાગમાં કમ્પાઉન્ડર તરીકે નોકરી કરે છે. આશરે એક મહિના પહેલાં તેમણે પેટીએમ સાઇટ મારફતે ઘરવપરાશ માટે AU સ્મોલ ફાઇનાન્સ બેંકનું ક્રેડિટ કાર્ડ મેળવ્યું હતું.
ફરિયાદ મુજબ, 17 ઓક્ટોબરના રોજ સાંજે આશરે 7 વાગ્યે મુકેશ હોસ્પિટલમાં ફરજ પર હતા ત્યારે તેમના મોબાઇલ પર એક અજાણ્યા વ્યક્તિનો ફોન આવ્યો હતો. ફોન કરનારે પોતે AU બેંકમાંથી બોલતો હોવાનું જણાવ્યું હતું. તેણે મુકેશભાઈને કહ્યું કે તેમના ક્રેડિટ કાર્ડના રિવોર્ડ પોઈન્ટ (Reward Points Scam) રિડીમ કરવા માટે હજુ લોગિન કર્યું નથી, તેથી તાત્કાલિક પ્રક્રિયા પૂર્ણ કરી લેવી.
બોગસ લિંક ખોલતાં જ કાર્ડની વિગતો ભરી
રિવોર્ડ પોઈન્ટ રિડીમ કરવા માટેની પ્રક્રિયા અંગે પૂછતાં ફોન કરનારે મુકેશભાઈને એક લિંક મોકલી હતી. આ લિંક ખોલતાં AU બેંકના (Fake Bank Link Scam) સત્તાવાર પેજ જેવી દેખાતી વેબસાઇટ ખૂલી હતી.
વેબસાઇટ પર રિવોર્ડ રિડીમ કરવા સંબંધિત વિગતો દર્શાવવામાં આવી હતી. તેના પર વિશ્વાસ કરીને મુકેશભાઈએ ‘Apply’ વિકલ્પ પર ક્લિક કર્યું હતું અને ત્યારબાદ પોતાની અંગત તથા ક્રેડિટ કાર્ડ સંબંધિત વિગતો ભરીને ફોર્મ સબમિટ કર્યું હતું.
રૂ. 1,34,900ની લેવડદેવડનો મેસેજ આવતાં ચોંક્યા
ફોર્મ સબમિટ કર્યા બાદ તેમના મોબાઇલ પર AU બેંકના ક્રેડિટ કાર્ડ દ્વારા રૂ. 1,34,900ની સેમસંગ EMI લેવડદેવડનો મેસેજ આવ્યો હતો. આટલી મોટી રકમની લેવડદેવડ થતાં તેઓ ચોંકી ગયા હતા અને પોતાની સાથે સાઇબર છેતરપિંડી થઈ હોવાનું સમજાયું હતું.
ત્યારબાદ તેમણે તાત્કાલિક બેંકનો સંપર્ક કરીને ક્રેડિટ કાર્ડ બ્લોક કરાવ્યું હતું. બેંકની સૂચના મુજબ તેમણે સાઇબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર 1930 પર સંપર્ક કર્યો હતો અને નેશનલ સાઇબર ક્રાઇમ પોર્ટલ પર ઓનલાઇન ફરિયાદ નોંધાવી હતી.
ચિલોડા પોલીસે તપાસ હાથ ધરી
ઓનલાઇન ફરિયાદના આધારે ચિલોડા પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. ઠગોએ બેંકના કર્મચારી તરીકે ઓળખ આપીને મોકલેલી લિંક મારફતે કાર્ડની વિગતો (Cyber Crime News) મેળવી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
સાઇબર ફ્રોડથી બચવા શું ધ્યાન રાખવું?
ક્રેડિટ કાર્ડના રિવોર્ડ પોઈન્ટ રિડીમ કરવા માટે અજાણી લિંક પર ક્લિક કરવાનું ટાળો.
બેંકના નામે ફોન આવે તો સત્તાવાર કસ્ટમર કેર નંબર પરથી તેની ખરાઈ કરો.
અજાણી વેબસાઇટ પર ક્રેડિટ કાર્ડ નંબર, CVV, OTP કે અન્ય બેંકિંગ વિગતો દાખલ ન કરો.
છેતરપિંડી થાય તો તાત્કાલિક બેંકનો સંપર્ક કરો અને સાઇબર ક્રાઇમ હેલ્પલાઇન 1930 પર જાણ કરો.
આ પણ વાંચો: રાજકોટમાં 45.60 લાખનો સાઇબર ફ્રોડ. PGVCLના MDના નામે છેતરપિંડી
આ પણ વાંચો: મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ–NPCI બની ઠગાઈ કરતી ગેંગ ઝડપાઈ
આ પણ વાંચો: ભુજમાં નિવૃત્ત મહિલા PSIને ડિજિટલ એરેસ્ટના જાળમાં ફસાવીને રૂ. 83.44 લાખની ઠગાઈ
