Not Set/ લગ્નેતર સંબંધો અપરાધ નહીં,આવા સંબંધોને ગુનો માનતી કલમ 497 ગેરબંધારણીય : સુપ્રિમ કોર્ટ

દિલ્હી, સ્ત્રી અને પુરૂષ વચ્ચે લગ્નેતર સંબંધોને અપરાધ નહીં માનતા ઇન્ડિયન પીનલ કોડની કલમ 497ને ગેરબંધારણીય ગણાવી છે. સુપ્રિમ કોર્ટના આ ચુકાદાએ લગ્નેતર સંબંધોને અપરાધના દાયરાની બહાર મુકી દીધાં છે. સુપ્રિમ કોર્ટના 5 જજોની બેન્ચે એકમતે આઇપીસીની કલમ 497ને ગેરબંધારણીય માનીને કહ્યું કે કોઇ પણ મહિલાનું સન્માન હણાય તેવો વ્યવહાર ના કરાય.જસ્ટીસ ઇન્દુ મલ્હોત્રાએ પણ […]

Top Stories

દિલ્હી,

સ્ત્રી અને પુરૂષ વચ્ચે લગ્નેતર સંબંધોને અપરાધ નહીં માનતા ઇન્ડિયન પીનલ કોડની કલમ 497ને ગેરબંધારણીય ગણાવી છે. સુપ્રિમ કોર્ટના આ ચુકાદાએ લગ્નેતર સંબંધોને અપરાધના દાયરાની બહાર મુકી દીધાં છે.

સુપ્રિમ કોર્ટના 5 જજોની બેન્ચે એકમતે આઇપીસીની કલમ 497ને ગેરબંધારણીય માનીને કહ્યું કે કોઇ પણ મહિલાનું સન્માન હણાય તેવો વ્યવહાર ના કરાય.જસ્ટીસ ઇન્દુ મલ્હોત્રાએ પણ કહ્યું કે કલમ 497 ગેરબંધારણીય છે.લગ્નમાં સેક્સયુઅલ સ્વતંત્રતા એકબીજાને ગીરો મુકેલી નથી હોતી.

.મુખ્ય ન્યાયાધીશ દીપક મિશ્રાએ કહ્યું કે કલમ 497 મહિલાઓનું સન્માન નથી જાળવી શકતી. મહિલાઓને સમાજની ઇચ્છા પ્રમાણે જ ચાલવાનું કહી ના શકાય.પતિ પણ પત્નિનો માલિક ના બની શકે.

ચીફ જસ્ટીસ દીપક મિશ્રા,જસ્ટીસ આર એફ નરીમાન, જસ્ટીસ ડી વાય ચંદ્રચુડ,જસ્ટીસ ઇન્દુ મલ્હોત્રા અને જસ્ટીસ એ એમ ખાનવિલકરની બંધારણીય બેન્ચે એક મતે એડલ્ટરી એટલે કે વ્યભિચારને અપરાધ નથી માન્યો.

કેરલના એક બિનનીવાસી ભારતીય જોસેફ સાઇને સુપ્રિમ કોર્ટમાં પીટીશન દાખલ કરીને આઇપીસીની કલમ 497ને ચેલેન્જ કરી હતી.સુપ્રિમ કોર્ટે ગત વર્ષમાં સુનવણી શરૂ કરીને આ કેસને બંધારણીય બેન્ચ સમક્ષ મુકવામાં આવ્યો હતો.

 શું છે કલમ 497

158 વર્ષ જુની કલમ 497માં અગર કોઇ વિવાહીત પુરૂષ કોઇ અન્ય વિવાહીત મહિલા સાથે પરસ્પર સહમતીથી શારીરિક સંબંધ બનાવે તો મહિલાનો પતિ એડલ્ટરી(વ્યભિચાર)ના નામે તે પુરૂષની સામે કેસ દાખલ કરી શકે છે. જો કે પીડીત પતિ પોતાની પત્નિ સામે કાયદાકીય કાર્યવાહી નથી કરી શકતો અને લગ્નેતર સંબંધોવાળા પુરૂષની પત્નિ પણ ‘પેલી’ મહિલા વિરૂધ્ધ કોઇ કાયદાકીય કાર્યવાહી નથી કરી શકતી.

કલમ 497 હેઠળ એ પણ પ્રાવધાન છે કે લગ્નેતર સંબંધો માણી રહેલ પુરૂષની વિરૂધ્ધ તેની સાથી મહિલાનો પતિ જ ફરિયાદ કરી શકતો હતો, પરિવારનો કોઇ બીજો વ્યક્તિ પણ નહીં.

આ કલમ હેઠળ લગ્નેતર સંબંધોના કારણે પીડીત મહિલાનો કોઇ અવાજ નહોતો. તો બીજી તરફ લગ્નેતર સબંધોમાં એકલા પુરૂષને જ જવાબદાર ગણવામાં આવતો હતો.કલમ 497ના આ પ્રાવધાનોને સુપ્રિમ કોર્ટમાં પડકારવામાં આવ્યા હતા.

કેન્દ્ર સરકારે સુપ્રિમ કોર્ટમાં કલમ 497નો પક્ષ લેતા કહ્યું કે વ્યભિચાર લગ્ન સંસ્થા માટે ખતરા સમાન છે. કેન્દ્ર સરકાર તરફની એડિશનલ સોલિસિટર જનરલ પીંકી આનંદે કહ્યું હતું કે, આપણાં સમાજનો વિકાસ અને બદલાવ જોતા આ કાયદો સમજવાની જરૂર છે, પશ્ચિમી દેશોના દ્રષ્ટીકોણથી આ કાયદો સમજવો ના જોઇએ.